ઓછી હાઈટવાળા લોકોને હોય છે આ બીમારીઓનું જોખમ

મહિલાઓ તેમજ પુરુષો માટે છે અલગ-અલગ માપદંડ

જો કોઈના શરીરની લંબાઈ સામાન્ય કરતા ઓછી હોય, તો સામાન્ય રીતે તેને સમાજમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હવે એક નવા સંશોધનમાં, એવું જાણવા મળ્યું છે કે જે લોકો સામાન્ય કરતા વધું ટૂંકી ઉંચાઈ વાળા હોય છે, તેમને આરોગ્યની દ્રષ્ટીએ પણ ઓછી સમસ્યા હોતી નથી. આ લોકોને માત્ર ડાયાબિટીસનું જોખમ નથી હોતું સાથે આ રોગો થવાનો ભય પણ રહે છે. ચાલો જોઈએ સંશોધન શું કહે છે....

નવા સંશોધનમાં  આ વાતની ખબર પડી છે કે, ટૂંકી લંબાઈવાળા લોકોને ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધારે હોય છે. અભ્યાસ અનુસાર, જો સરેરાશ કોઈની લંબાઈમાં 10 સેન્ટિમીટરનો વધારો થયો છે, તો ડાયાબિટીસનું જોખમમાં 30 ટકાનો ઘટાડો થઈ શકે છે.

મહિલાઓ તેમજ પુરુષો માટે અલગ છે માપદંડ

સ્ત્રીઓમાં જ્યાં લંબાઈના 10 સેન્ટિમીટરનો વધારો થવાથી જોખમ માત્ર 33 ટકા ઓછું થાય છે, જ્યારે પુરુષોમાં, લંબાઈમાં વધારો થવાથી જોખમ 41 ટકા ઘટી જાય છે.

હ્વદય સાથે સંકળાયેલી બીમારીઓ થવાનું જોખમ વધું

સંશોધન મુજબ, ઉંચા લોકોમાં લિવર ફેટનું પ્રમાણ ટૂંકી લંબાઈવાળાની તુલનામાં ઓછું હોય છે. આ ઉપરાંત, નાના લોકોમાં ઇન્સ્યુલિન પણ ઓછું ઉત્પન્ન થાય છે અને વસા જમા થવાની પ્રવૃત્તિ પણ વધારે હોય છે. માટે, ટૂંકી લંબાઈવાળા લોકોમાં હૃદય સંબંધિત રોગનું જોખમ રહેલું છે.

લાંબા પગવાળા લોકોને હોય છે ઓછું જોખમ

લાંબા પગ દેખાવે જેટલા જ આકર્ષક છે સ્વાસ્થ્ય માટે પણ એટલા જ સારા હોય છે. જે પુરુષ અથવા મહિલાઓ ધડ કરતાં લાંબા પગ ધરાવે છે તેમને ડાયાબિટીઝનું જોખમ એટલું જ ઓછું હોય છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top