દબંગ 3નું પહેલું મોશન પોસ્ટર રિલીઝ

સલમાન ખાનના ચાહકોએ હવે વધુ રાહ જોવી નહીં પડે. દબંગ 3ના ચુલબુલ રોબિનહૂડ પાંડેની પહેલી ઝલક સામે આવી છે. ભાઈજાને સોશિયલ મીડિયા પર દબંગ 3નું મોશન પોસ્ટર બહાર પાડ્યું છે. આ મોશન પોસ્ટરમાં સલમાન તેની પરિચિત, દબંગ સ્ટાઈલમાં જોવા મળી રહ્યો છે. સલમાન આ મોશન પોસ્ટરમાં એક એક્શન સીન કરતો નજર પડ્યો.

આ મોશન પોસ્ટર બહાર પાડતી વખતે સલમાને કેપ્શન પણ લખ્યું હતું. સલમાને ટ્વિટ કર્યું- 'આ રહા હે! ચુલબુલ રોબિનહૂડ પાંડે. ઠીક 100 દિન બાદ, સ્વાગત નહીં કરોગે હમારા.' આ 17 સેકન્ડના મોશન પોસ્ટરને જોઇને દબંગ ખાનના પ્રશંસકો વચ્ચે આ ફિલ્મ પ્રતિ ઉત્સાહ વધુ વધી જશે.

સલમાને એક સાથે ચાર મોશન પોસ્ટર રજૂ કર્યા છે. આ ચાર મોશન પોસ્ટરો એક જ છે, પરંતુ જુદી-જુદી ભાષાઓમાં છે. સલમાનની આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડ એમ ચાર ભાષાઓમાં રિલીઝ થશે.

સલમાન ખાનની ફિલ્મ દબંગ 3 આ વર્ષે 20 ડિસેમ્બરે રિલીઝ થશે. 'દબંગ 3'માં સલમાન ઉપરાંત સોનાક્ષી સિન્હા, સાંઇ માંજરેકર, અરબાઝ ખાન, કીચ્ચા સુદીપ અને મહી ગિલ જેવા કલાકારો પણ જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન પ્રભુદેવા કરી રહ્યા છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top