ભાદરવી પૂનમનો મેળોઃ ત્રીજા દિવસે 3.20 લાખ ભક્તોએ માં અંબાના કર્યા દર્શન

યાત્રિકોની સુરક્ષાને લઈ ગોઠવાયો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત

અંબાજીઃ ભાદરવી પૂનમના મેળામાં દેશના ખૂણે-ખૂણેથી માઈભક્તો માં અંબાના દર્શન કરવા માટે આવી રહ્યાં છે. શક્તિપીઠ અંબાજીમાં ભક્તોના ઘોડાપૂર ઉમટ્યા છે. ત્યારે અંબાજી દેવસ્થાન દ્રારા મળતી મહિતી અનુસાર મેળાના ત્રીજા દિવસે 3.20 લાખ માઇભક્તોએ માં અંબાના દર્શન કર્યા છે.

પાલનપુરથી અંબાજી વચ્ચે પદયાત્રીકોની સેવા કરવામાં અનેક સેવા કેમ્પો ખોલવામાં આવ્યા છે. કેમ્પ સંચાલકો પદયાત્રીઓની સેવા કરી રહ્યાં છે. કેમ્પો દ્રારા ચા-પાણી, નાસ્તો, જમવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. 

બીજી તરફ વહીવટીતંત્ર દ્વારા વિશેષ આયોજન ઉપરાંત સુરક્ષાની દ્રષ્ટિએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. પોલીસકર્મીઓ દ્રારા અંબાજીના માર્ગોપર સતત સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવી રહી છે. દાંતાથી આગળ પદયાત્રિકોને ચાલવામાં તકલીફ ન પડે તે માટે કોઈપણ વાહનને અંબાજી માં પ્રવેશવા દેવામાં આવતા નથી. 

ઉલ્લખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રુપાણીએ તેમના પત્ની અંજલીબેન સાથે અંબાજી મંદિર ખાતે આવી મંગળા આરતીમાં ભાગ લીધો હતો, ત્યારબાદ તેમણે માતાજીના મંદિર ઉપર ધજા ચઢાવી હતી અને ભાદરવી પૂનમના મહામેળાને ખુલ્લો મુક્યો હતો. 
 

Share This:  

Recent Comments

Leave Comments

Top