નર્મદા ડેમની સપાટી 136.85 મીટરે પહોંચી, 8 લાખ ક્યૂસેક પાણી છોડાયું

કાંઠા વિસ્તારના 2400થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર

કેવડિયાઃ નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 10 લાખ ક્યૂસેક પાણીની આવક થતાં નર્મદા ડેમની પાણીની સપાટી 136.85 મીટરે પહોંચી છે. જેને કારણે ડેમના 23 દરવાજા ખોલી 8 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની સપાટી વધીને 31.85 ફૂટ ઉપર પહોંચી ગઈ છે. કેવડિયાના ગોરા બ્રિજ પર પાણી ફરી વળતા બ્રિજ ઉપરથી વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે

ભરુચ નર્મદા નદીની સપાટી 31.85 ફૂટ પર પહોંચતા ભરુચના 378, અંકલેશ્વરના 401, ઝઘડિયાના 1624 અસરગ્રસ્તો મળી કુલ 2400થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.  

Share This:  

Recent Comments

Leave Comments

Top