પાકિસ્તાનમાં પેટ્રોલ કરતા પણ મોંઘુ થયું દૂધ

ભાવ સાંભળીને તમારી આંખો થઈ જશે પહોળી

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ખરાબ રીતે લડખડાઈ ગઈ છે. દેવાના બોજથી કંગાળીની ચોખટ પર ઉભેલા પાકિસ્તાન માટે મોંઘવારી, બેરોજગારી, વિજળી, પાણી અને રસ્તા જેવી પાયાની સુવિધાઓ અને ચીજો ખુબ જ સમસ્યા છે. પડોસી દેશના લોકો દૂધ માટે પણ તરસી રહ્યા છે. મહોરમના દિવસે પાકિસ્તાનમાં દૂધના ભાવ પેટ્રોલથી પણ વધારે હતા. કરાચી અને સિંધમાં એક લીટર દૂધ 140 રૂપિયા સુધી વેચાયું.

હિન્દુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા રિપોર્ટ મુજબ, મહોરમના દિવસે કરાચીમાં એક લીટર દૂધનો ભાવ 120થી 140 રૂપિયા હતો. જ્યારે સિંધના કેટલાક વિસ્તારોમાં પણ દૂધ 140 રૂપિયામાં વેચાયું.

દૂધથી સસ્તુ છે પેટ્રોલ અને ડીઝલ

દૂધના ભાવથી લોકો કેટલા પરેશાન છે, આ વાતનો અંદાજો તેનાથી જ લગાવી શકાય છે કે ત્યાં પેટ્રોલ અને ડીઝલ પણ દૂધથી સસ્તુ છે. મહોરમના દિવસે પાકિસ્તાનમાં એક લીટર પેટ્રોલ 113 રૂપિયાનું હતું. જ્યારે એક લીટર ડીઝલ માટે લોકો 91 રૂપિયા ચૂકવી રહ્યા હતા. આ સંદર્ભમાં દુકાનદારોનું કહેવું છે કે દૂધની માંગ વધવાના કારણે ભાવમાં વધારો થયો.

જો કે કમિશ્નર ઑફિસ દ્વારા સત્તાવાર રીતે એક લીટર દૂધનો ભાવ 94 રૂપિયા સુધી નક્કી કરવામાં આવ્યો છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top