રાજ્યમાં હજુ 24 કલાક પડશે ભારે વરસાદઃ હવામાન વિભાગ

માછીમારોને દરિયો ન ખેડવાની આપી સૂચના

હવામાન વિભાગ દ્રારા રાજ્યમાં હજુ 24 કલાક ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પૂર્વ અને પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં 40થી 50 કિમીની ઝડપે પવન મોજા ઉછળશે. ભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગ દ્રારા માછીમારોને દરિયો ન
ખેડવાની સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સમુદ્રકાંઠે આવેલ ગામોને સંપર્કમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. 

આ સિઝનમાં રાજ્યમાં 30 ટકા વધુ વરસાદ પડ્યો છે. વર્ષ 2019માં રાજ્યમાં 128 ટકા વરસાદ નોંધાયો હતો એટલે કે, 6 વર્ષ બાદ રાજ્યમાં સામાન્ય કરતાં 30 ટકા વધુ વરસાદ ખાબક્યો છે. 

રાજ્યમાં આ વર્ષે 128 ટકા વરસાદ ખાબક્યો છે. કચ્છમાં આ સિઝનનો 142 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં આ સિઝનનો 126 ટકા વરસાદ ખાબક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં આ સિઝનનો 116 ટકા વરસાદ નોંધાયો છે. 

Share This:  

Recent Comments

Leave Comments

Top