J&K: સોપોરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા

લશ્કરના ટોચના આતંકીને માર્યો ઠાર

ઉત્તરી કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરમાં બુધવારે સુરક્ષાદળોએ અથડામણમાં લશ્કર એ તૈયબાના એક આતંકીને ઠાર માર્યો છે. સુરક્ષાદળોને સોપોરમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યાર બાદ સેનાની 22 રાષ્ટ્રીય રાયફલ્સ, સીઆરપીએફ અને પોલીસના સ્પેશ્યલ ઑપરેશન ગ્રુપના જવાનો દ્વારા વિસ્તારની ઘેરાબંધી કરી શોધખોળ અભિયાન ચલાવવામાં આવ્યું.

આ દરમિયાન વિસ્તારમાં છુપાયેલા આતંકીએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું. જેના જવાબમાં સેના તરફથી પણ ફાયરિંગ કરવામાં આવ્યું. પોલીસના અનુસાર તેમાં લશ્કર એ તૈયબાના શીર્ષ કમાન્ડરોમાં સામેલ આતંકી આસિફને ઠાર મારવામાં સફળતા મળી. પોલીસે તેમની પાસેથી હથિયાર તેમજ ગોળા બારુદ પ્રાપ્ત કર્યા છે. જ્યારે અથડામણમાં બે પોલીસકર્મી ઘાયલ થયા છે.

જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે, માર્યા ગયેલા લશ્કરના આતંકી આસિફે સોપોરમાં ઘણો આતંક મચાવ્યો હતો. છેલ્લા એક મહિનામાં તે આતંકી ગતિવિધિઓમાં ખુબ સક્રિય હતો. એટલું જ નહીં પોસ્ટર જાહેર કરી ઘાટીના લોકોને દુકાનો અને કારોબાર બંધ રાખવાની ધમકી પણ આપી હતી.

તેઓએ જણાવ્યું કે, આજે એટલે કે બુધવારે સવારે સૂત્રો પાસેથી સૂચના મળી કે આ આતંકી સોપોરમાં છુપાયેલા છે. તેને જોતા સેનાના જવાનો દ્વારા વિસ્તારની ઘેરાબંધી કરી શોધખોળ અભિયાન ચલાવવામા આવ્યું.

ઑપરેશનની ભનક લાગતા જ આતંકીએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું. એટલું જ નહીં આતંકી આસિફે ઑપરેશનમાં લાગેલી ટીમ પર ગ્રેનેડ ફેંક્યો જેનાથી 2 પોલીસકર્મી ઘાયલ થઈ ગયા. તેમને ઉપચાર માટે હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top