ગુજરાતની ભાજપ સરકારે ટ્રાફિક દંડમાં કર્યો ઘટાડો

કેન્દ્રએ કહ્યું: આવું ન કરી શકો

ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન કરનારા લોકો માટે સંશોધિત મોટર વાહન એક્ટના અનુસાર વધેલી દંડની રકમમાં ગુજરાત સરકારે મંગળવારે કપાત કર્યો છે. ઘણા દંડને તો લગભગ અડધા જ ઘટાડી દીધા છે. આશ્ચર્યની વાત છે કે, કેન્દ્રમાં સત્તાધારી ભાજપની જ ગુજરાતમાં પણ સરકાર છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેની જાહેરાત કરતા કહ્યું કે, નવા કાયદામાં જણાવવામાં આવેલા દંડને કેન્દ્ર સરકારે દંડની જે રકમ સૂચવી હતી તે વધુ રકમ હતી. વિસ્તૃત ચર્ચા બાદ અમારી સરકારે તેમાં કપાતની જાહેરાત કરી છે.

તેઓએ જણાવ્યું કે, રાજ્ય સરકારે દંડની સેટલમેન્ટ રકમને ઘટાડી છે, અમે મોટર વ્હીકલના આર્ટિકલ-200 અંતર્ગત અધિકાર ઉપયોગ કર્યો છે. નવા નિયમના અનુસાર વગર સીટ બેલ્ટ પર ચાલક પર 1000ની જગ્યાએ 500 રૂપિયા, વગર લાયસન્સ પર 5000ની જગ્યાએ 3000 રૂપિયા સુધી, વગર આરસી 5000ની જગ્યાએ પહેલીવાર 500 અને બીજીવાર 1000 રૂપિયા દંડ લાગશે.

રાજ્ય દ્વારા સૂચવેલા નવા નિયમ 16 સપ્ટેમ્બરથી સંપૂર્ણ રીતે લાગુ થઈ જશે. તેઓએ કહ્યું કે, રાજ્ય સરકાર દંડ ઘટાડીને નિયમ તોડનારાને પ્રોત્સાહન નથી આપી રહી. મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે નવો કાયદો લાગુ થતા પહેલા વસૂલવામાં આવી રહેલા દંડથી તે હજુ પણ 10 ઘણું વધારે છે.

આ મામલે કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, અમે રાજ્યો પાસેથી આ વાતની જાણકારી લીધી છે. હજું સુધી કોઈ પણ એવું રાજ્ય નથી, જેણે એવું કહ્યું હોય કે આ એક્ટને લાગુ નહીં કરીએ. કોઈ પણ રાજ્ય આ એક્ટથી બહાર નથી જઈ શકતું. મને વિશ્વાસ છે કે લોકોના જીવ બચાવવા માટે તમામ રાજ્યો તેને લાગુ કરશે.

જણાવી દઈએ કે સેટલમેન્ટ મામલે ગુજરાત સરકારે એક્ટ નથી બદલ્યો, પરંતુ તેમાં સેટલમેન્ટ ક્લૉજ જોડ્યો છે. તેના માટે નવી રકમ નક્કી કરવામાં આવી છે. અસલમાં આ જ રકમ વસૂલવામાં આવશે.

Share This:  

Recent Comments

Leave Comments

Top