અરુણાચલ: ચીન સરહદ પર એરફોર્સની સાથે યુદ્ધાભ્યાસ કરશે સેનાની માઉન્ટેન કોર્પ્સ

5000 આર્મી અને એરફોર્સના જવાનો લેશે ભાગ

અરુણાચલ પ્રદેશમાં ભારતીય સૈન્યની માઉન્ટન કોર્પ્સ અને એરફોર્સ ચીન સરહદ નજીક એક મોટો યુદ્ધાભ્યાસ કરવા જઈ રહ્યા છે. તેમાં 5000 આર્મી અને એરફોર્સના જવાનો ભાગ લેશે.આ યુદ્ધાભ્યાસનું ઓક્ટોમ્બર મહિનામાં આયોજન કરવામાં આવશે.

ભારતીય સેનાની એકમાત્ર માઉન્ટન સ્ટ્રાઈક કોર્પ્સના 5000થી વધુ સૈનિકો ઓક્ટોબરમાં અરુણાચલ પ્રદેશમાં એરફોર્સ સાથે મોટા પાયે યુદ્ધાભ્યાસ કરશે. આ સમય દરમિયાન દેશના પૂર્વ મોરચા પર વાસ્તવિક યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ કરી અભ્યાસ કરવા માટે સૈન્યને તૈનાત કરવામાં આવશે.

આ ચીનની સરહદ પર તૈનાત નવ-નિર્મિત 17 માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સ દ્રારા આ પ્રકારની પહેલી કવાયત કરવામાં આવશે. ભારતીય સેના પાંચ-છ મહિના અગાઉથી જ પૂર્વીય આદેશ હેઠળ તૈયારી કરી રહી છે. આ યુદ્ધાભ્યાસમાં તેજપુર ખાતે સેનાની 4 કોર્પ્સની ટુકડીઓને તેમના ક્ષેત્રની સુરક્ષા માટે એક વધારે ઉંચાઈવાળા સ્થળે તૈનાત કરવામાં આવશે, જ્યારે 17 માઉન્ટેન સ્ટ્રાઇક કોર્પ્સને એક બ્રિગેડ-કદની સૈન્યની વિમાની સેવા આપવામાં આવશે.

આ યુદ્ધાભ્યાસમાં ભારતીય વાયુ સેના પશ્ચિમ બંગાળમાં બગડોગરાથી સૈનિકોને એરલિફ્ટ કરવા માટે પોતાના પરિવહન વિમાનો સી-17 ગ્લોબમાસ્ટર, સી-130 જે સુરપર હરક્યૂલિસ અને એએન-32નો ઉપયોગ કરશે. જેનાથી જેથી સૈન્ય તૈનાત યુદ્ધના મેદાનમાં વહેલી તકે થઈ શકે.
 
અરુણાચલ પ્રદેશમાં ભારતીય સૈન્યની માઉન્ટન કોર્પ્સ અને એરફોર્સ ચીન સરહદ નજીક એક મોટી કવાયત કરવા જઈ રહ્યા છે. તેમાં 5000 આર્મી અને એરફોર્સના જવાનો ભાગ લેશે.

Share This:  

Recent Comments

Leave Comments

Top