9/11 હમલાની 18મી વરસીએ અફગાનિસ્તાનમાં અમેરિકી દૂતાવાસ પર હુમલો

ટ્રમ્પ દ્વારા તાલિબાન સાથે શાંતિ વાર્તા સમાપ્ત કર્યા બાદ પહેલો મોટો હુમલો

અમેરિકામાં 11 સપ્ટેમ્બર 2001એ થયેલા આતંકવાદી હમલાના 18 વર્ષ પુરા થવાના દિવસે અફગાનિસ્તાનમાં અમેરિકી દૂતાવાસ પર એક રૉકેટ હમલો કરવામાં આવ્યો. અધિકારીઓએ જણાવ્યું કે, આ હુમલામાં કોઈ જાનહાની નથી થઈ.

મોડી રાતે મધ્ય કાબૂલમાં ધૂમાડો છવાઈ ગયો અને સાયરન વાગવાના અવાજો સંભળાવા લાગ્યા. દૂતાવાસમાં કર્મચારીઓએ લાઉડસ્પીકર પર એક સંદેશ સાંભળ્યો કે પરિસરમાં રૉકેટથી હુમલો કરવામાં આવ્યો છે.

અફગાનિસ્તાનના અધિકારીઓએ તત્કાલ આ મામલે કોઈ ટિપ્પણી નથી કરી. નાટો મિશને પણ કોઈ જાનહાની ન થઈ હોવાની પુષ્ટિ કરી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પાછલા સપ્તાહના અંતે તાલિબાન સાથે શાંતિ વાર્તા સમાપ્ત કર્યા બાદ અફગાનિસ્તાનમાં થયેલો આ પહેલો મોટો હુમલો છે. 

ઉલ્લેખનીય છે કે, 11 સપ્ટેમ્બર 2001એ અલકાયદા પ્રમુખ ઓસામા બિન લાદેનના નેતૃત્વમાં અમેરિકા પર ભીષણ આતંકવાદી હમલો થયો હતો. ત્યાર બાદ જ અફગાનિસ્તાનમાં તાલિબાનનું પતન થયું હતું. આજે 18 વર્ષ બાદ પણ લગભગ 14,000 અમેરિકી સૈનિક અફગાનિસ્તાનમાં તૈનાત છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top