અંબાજી મંદિર સુંદર લાઇટિંગથી ઝળહળ્યું, ભક્તોનો ઘસારો

બે દિવસમાં કેટલા શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન, કેટલી થઈ આવક

ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર 51 શક્તિપીઠમાં અનેરું મહત્વ ધરાવે છે હાલમાં અંબાજી ખાતે ભાદરવી મહાકુંભ પર્વ ચાલી રહ્યો છે, ત્યારે હાલ માં અંબાના મંદિરને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે.

રાત્રીના સમયે પણ અંબાજી મંદિરમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. અંબાજી મંદિરનો મુખ્ય દ્વાર શક્તિ દ્વાર સુંદર રોશનીથી ઝળહળે છે. આ ધામમાં ભાદરવી પર્વનું વિશેષ મહત્વ હોય છે. આજે ભાદરવી મહાકુંભનો ત્રીજો દિવસ છે ત્યારે અંબાજી તરફના માર્ગો જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે. 

સોમવારે ત્રણ લાખ 15 હજાર 415 ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. તેમજ 54 હજાર 771 ભક્તોએ ભોજન કર્યું હતું. 5 લાખ 72 હજાર 750 ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. અંબાજી મંદિરને 81 લાખ 70 હજાર 900 રૂપિયાની આવક થઈ છે, સાથે જ 10 ગ્રામ સોનાની આવક પણ થઇ છે.

1 લાખ 11 હજાર 540  લોકોએ એસટીમાં મુસાફરી કરી હતી. આમ મેળાના 2 દિવસમાં 5 લાખ 89 હજાર 891 લોકોએ માતાજીના દર્શન કર્યા હતા અને બે દિવસમાં અંબાજી મંદિરને 1 કરોડ 42 લાખ 91 હજાર 726 રૂપિયા ની આવક થઇ છે. 

Share This:  

Recent Comments

Leave Comments

Top