ભારત-પાક વચ્ચે ચાલી રહેલા તણાવમાં આવી કમીઃ ટ્રમ્પ

કહ્યું- બંન્ને દેશ ઈચ્છે તો મદદ માટે તૈયાર અમેરિકા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે બે સપ્તાહ પહેલાના મુકાબલે તણાવ ઓછો થયો છે. ટ્રમ્પે આગળ કહ્યું કે જો ભારત-પાકિસ્તાન ઈચ્છે તો અમેરિકા મધ્યસ્થી માટે તૈયાર છે. ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન 26 ઓગસ્ટે ફ્રાન્સમાં થયેલી g7ની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાતના લગભગ 2 સપ્તાહ બાદ આવ્યું છે.

સોમવારે ટ્રમ્પે પત્રકારોને કહ્યું, 'તમે જાણો છો કે કાશ્મીરને લઈ ભારત અને પાકિસ્તાનમાં ટકરાવ છે. ટ્રમ્પે કહ્યું કે તેમનું માનવું છે કે બે સપ્તાહ પહેલા બંન્ને દેશો વચ્ચે જેટલો તણાવ હતો તેમાં કમી આવી છે.'

આ પહેલા 26 ઓગસ્ટે ફ્રાન્સમાં થયેલી g7ની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાતના લગભગ બે સપ્તાહ બાદ આવ્યું છે.

આ મુલાકાતમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ મુદ્દા પર ત્રીજા દેશના હસ્તાક્ષરની આવશ્યકતા નથી.

ભારત-પાકિસ્તાન સામે છે પ્રસ્તાવ, ટ્રમ્પ મદદ માટે તૈયાર

ભારત અને પાકિસ્તાનને ટ્રમ્પે કહ્યું, 'મને બંન્ને દેશોનો સાથ ખુબ સારો લાગે છે. જો તેઓ ઈચ્છે તો હું તેમની મદદ કરવા માંગુ છું.'

ટ્રમ્પે રજુ કર્યો હતો પ્રસ્તાવ, ભારતે ફગાવ્યો

જણાવી દઈએ કે જુલાઈ મહિનામાં થયેલી ટ્રમ્પ અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની મુલાકાત દરમિયાન ટ્રમ્પે કાશ્મીર મામલાને સુલજાવવા માટે મદદ કરવાની રજુઆત કરી હતી. જો કે ભારતે ત્યારે ટ્રમ્પના આ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. જ્યારે પાકિસ્તાને ટ્રમ્પના નિવેદનનું સ્વાગત કર્યું હતું.

Share This:  

Recent Comments

Leave Comments

Top