રાજુલા કન્યા શાળા નંબર 1માં યોજાયો વિજ્ઞાન મેળો

વિદ્યાર્થીઓ દ્રારા રજૂ કરાઈ 32 જેટલી કૃતિઓ

રાજુલા કન્યા શાળા નંબર 1 ખાતે તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા રાજુલા તાલુકાની કુલ 11 શાળાઓના વિદ્યાર્થીઓ દ્રારા 32 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. 

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલીના માર્ગદર્શન હેઠળ ડો. વિક્રમ સારાભાઈ સી.આર.સી કક્ષ વિજ્ઞાન ગણિત પ્રદર્શન વિજ્ઞાન મેળો રાજુલા કન્યા શાળા નંબર 1 ખાતે ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. 

વિજ્ઞાન મેળામાં રાજુલા તાલુકાની કુલ 11 શાળાઓના વિદ્યાર્થીઓ દ્રારા માત્ર વિજ્ઞાન જ નહિ પરંતુ અંગ્રેજી, પર્યાવરણ, ગણિત જેવા અનેક વિષયો પર 32 જેટલા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા. આ સંપૂર્ણ વિજ્ઞાન મેળાનું આયોજન રાજુલા કન્યા શાળા નંબર 1ના શાળા પરિવાર તરફથી કરવામાં આવ્યું હતું. 

Share This:  

Recent Comments

Leave Comments

Top