શહેરામાં દુંદાળા દેવની 150થી વધુ પ્રતિમાઓનું સજળ આંખે વિસર્જન

ગણપતિ બાપા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યું વાતાવરણ

શહેરા: પાંચ દિવસનું આતિથ્ય માણ્યા બાદ આજે શહેરા નગરમાં દુંદાળા દેવની શોભાયાત્રા નીકળી હતી અને આ શોભાયાત્રા નગરના માર્ગો પર ફેરવી ૧૫૦થી વધારે શ્રીજીની મૂર્તિઓનું શહેરામાં આવેલ મુખ્ય તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

દુંદાળા દેવ ગણેશજીને પાંચ દિવસ સુધી સ્થાપના કર્યા બાદ ભાવભેર પૂજન અર્ચન કર્યા બાદ વર્ષોની પરંપરા પ્રમાણે માત્ર પાંચ દિવસનું આતિથ્ય માણ્યા બાદ આજે પંચમહાલ જીલ્લાના શહેરા નગરમાં ગણેશ મંડળો દ્વારા ગણેશજીની આરતી પૂજા કરી ગણેશ વિસર્જનની શોભાયાત્રાની શરૂઆત નગરના પરવડી બજારથી કરવામાં આવી હતી અને વિવિધ ગણેશ મંડળો દ્વારા ઢોલ તેમજ ડી.જે.ના તાલે નાચીને પરવડી બજારથી સિંધી ચોકડી અને બસ સ્ટેન્ડ વિસ્તાર થઈને મેઈન બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા ફેરવવામાં આવી હતી. 

ત્યારબાદ શહેરા નગરમાં ૧૮ જેટલા ગણેશ મંડળો દ્વારા તેમજ નાની મોટી થઈને અંદાજે ૧૫૦થી વધારે ગણપતિની સ્થાપના કરાઈ હતી, તે તમામ ગણેશજીની મૂર્તિઓનું ''ગણપતિ બાપ્પા મોરયા આવતા વર્ષે વહેલા આવજો'' ના નાદ સાથે શહેરા નગરના મુખ્ય તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. 

જોકે આ ગણેશ વિસર્જનની શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરા નગરમાં ઠેર - ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં ૧ પી.આઈ, ૯ પી.એસ.આઈ, ૨૦ એસ.આર.પી. જવાનો, ૧૦૦ પોલીસ જવાન તેમજ ૧૫૦ હોમગાર્ડ અને જી.આર.ડી. જવાનોને શ્રીજી વિસર્જનની શોભાયાત્રામાં તૈનાત કરાયા હતા અને શહેરા નગરમાં શાંતિ પૂર્ણ માહોલમાં ગણેશજી વિસર્જન કરાયું હતું.
 

Share This:  

Recent Comments

Leave Comments

Top