ISROમાં વિવિધ પદો માટે થઈ રહી છે ભરતી

આ રીતે કરો અરજી, 13 સપ્ટેમ્બર અંતિમ તારીખ

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)એ ટેકનિશિયન અને અન્ય પોસ્ટ્સ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી હતી. જો તમે આ હોદ્દા પર નોકરી કરવા માંગો છો અને હજી સુધી અરજી કરી નથી, તો તમે સત્તાવાર વેબસાઇટ isro.gov.inની મુલાકાત લઈને એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. તમને જણાવી દઈએ કે, અરજીની પ્રક્રિયા 24 ઓગસ્ટથી શરૂ કરવામાં આવી હતી. અંતિમ તારીખ 13 સપ્ટેમ્બર, 2019 છે. કુલ 86 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

પોસ્ટ્સ

ફીટર - 20 પોસ્ટ્સ

ઇલેક્ટ્રિશિયન મિકેનિક - 15 પોસ્ટ્સ

પ્લમ્બર - 2 પોસ્ટ્સ

વેલ્ડર - 01 પોસ્ટ

મશીનિસ્ટ - 01 પોસ્ટ

ડ્રફ્ટમેન બી - 12 પોસ્ટ્સ

તકનીકી સહાયક - 35

લાયકાત

ટેકનિશિયન / ડ્રાફ્ટ મેન - માન્ય શાળામાંથી 10/12ની પરીક્ષા પાસ કરી હોવી જોઇએ. આ સાથે, આઈ.ટી.આઈ / એમ.ટી.સી / એમસીનું સર્ટિફિકેટ હોવું જરૂરી.

તકનીકી સહાયક - માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સિવિલ / મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ. 

વય મર્યાદા

13.09.2019 સુધીમાં ઉમેદવારની ન્યૂનતમ વય 18 વર્ષ અને મહત્તમ વય 35 વર્ષ હોવી જોઈએ.

આવશ્યક તારીખો

અરજી માટેની તારીખ - 24 ઓગસ્ટ 2019

અરજી કરવાની છેલ્લી તારીખ - 13 સપ્ટેમ્બર 2019

ફી ભરવાની છેલ્લી તારીખ - 13 સપ્ટેમ્બર 2019

કઇ રીતે કરવામાં આવશે પસંદગી

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને સ્કિલ પરીક્ષા દ્વારા કરવામાં આવશે. પસંદ કરેલા ઉમેદવારોની નિમણૂક બેંગલોર ખાતે કરવામાં આવશે.

પગાર ધોરણ

ટેકનિશિયન બી /  ડ્રાફ્ટમેન -21,700/-
તકનીકી સહાયક - 44,900/-

Share This:  

Recent Comments

Leave Comments

Top