વારાણસીઃ સ્કૂલનું એક મહિનાનું વીજળી બિલ છ અરબથી વધારે

વાંચો...શું છે સમગ્ર મામલો, કેવી રીતે આવ્યું આટલું બધું બિલ

એક મહિનાનું વિજળી બિલ 6,18,5150,163 રૂપિયા(છ અરબ અઢાર કરોડ એક્કાવન લાખ પચાસ હજાર એક સો તેર રૂપિયા). આ સાંભળવામાં તમને આશ્ચર્ય થશે પરંતુ આ સાચુ છે. વિજળી વિભાગે એક વિદ્યાલયને જે બિલ મોકલ્યું છે, તેમાં આટલું જ બિલ જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે.

બિલની ચૂકવણી ન કરવા પર સાત સપ્ટેમ્બરે કનેક્શન કાપવાની તારીખ પણ નિર્ધારિત કરવામાં આવી છે. હવે ઉપભોક્તા બિલને લઈ વિભાગના ચક્કર લગાવી રહ્યા છે. પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ શકી.

શહેરના વિનાયક સ્થિત ઓ ગ્રેવ પબ્લિક સ્કુલમાં વિભાગ તરફથી જે બિલ મોકલવામાં આવ્યું છે. સ્કૂલ પ્રબંધને જ્યારે બિલ પર નોંધવામાં આવેલી રકમ જોઈ તો તેમના હોશ ઉડી ગયા. પ્રબંધક બિલને લઈ વિભાગ પહોંચ્યા તો ત્યાં પહેલા તો કોઈ કંઈ જણાવવા તૈયાર નહોતું પરંતુ જ્યારે અધિકારીઓ સુધી વાત પહોંચી તો ખબર પડી કે આ પ્રકારની ગડબડી સોફ્ટવેરથી થઈ ગઈ છે. હવે ત્યાં ગડબડ બિલને સુધારવા માટે ચક્કર લગાવી રહ્યા છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top