મોદી સરકારની નવી મુશ્કેલી! 3 વર્ષના ઉચ્ચતમ સ્તર પર બેરોજગારી દર

આર્થિક સુસ્તીના કારણે જઈ રહી છે નોકરીઓ

GDP સહિત અન્ય આર્થિક આંકડાના કારણે વિપક્ષની આલોચનાનો શિકાર બની રહેલી નરેન્દ્ર મોદી સરકાર સામે એક નવી મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. હકીકતમાં, સેન્ટર ફૉર મૉનિટરિંગ ઈન્ડિયન ઈકોનૉમી(CMIE)ના તાજા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં બેરોજગારીનો દર 30 વર્ષના ઉચ્ચતમ સ્તર પર છે. રિપોર્ટ એ પણ કહે છે કે લોકો રોજગારની શોધખોળ કરી રહ્યા છે પરંતુ તેમને નિરાશા હાથ લાગી રહી છે.

ઓગસ્ટમાં બેરોજગારીનો દર 8.4 ટકા

રિપોર્ટ પ્રમાણે ઓગસ્ટમાં બેરોજગારીનો દર 8.4 ટકા રહ્યો, જે ત્રણ વર્ષના ઉચ્ચતમ સ્તર પર છે. આ પહેલા સપ્ટેમ્બર 2016માં બેરોજગારીના આંકડા આ સ્તર પર પહોંચ્યા હતા. રિપોર્ટમાં ઓગસ્ટના સાપ્તાહિક બેરોજગારી દરના આંકડા પણ જણાવવામાં આવ્યા છે. તેના પ્રમાણે મહિનાના દરેક સપ્તાહમાં બેરોજગારીનો દર 8થી 9 ટકા વચ્ચે રહ્યો.

તેનાથી એક મહિના પહેલા જુલાઈમાં સાપ્તાહિક બેરોજગારી દર 7થી 8 ટકા વચ્ચે રહ્યો હતો. આ રીતે ઓગસ્ટ મહિનામાં દર સપ્તાહે બેરોજગારી 1 ટકા સુધી વધી છે. રિપોર્ટમાં આગળ જણાવવામાં આવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં શહેરી બેરોજગારી દર 9.6 ટકા પર હતો જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીના આંકડા 7.8 ટકા પર પહોંચી ગયો.

રોજગારીની શું છે હાલત

જ્યારે ઓગસ્ટ 2019માં ગ્રામીણ વિસ્તારોની દર વર્ષે રોજગારમાં વધારો જોવા મળ્યો છે અને આ 2.9 ટકા રહ્યો, જ્યારે શહેરી વિસ્તારોમાં 0.2 ટકાના ઘટાડો નોંધવામાં આવ્યો છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ઓગસ્ટમાં શ્રમ ભાગીજારી દરમાં સામાન્ય વધારો થયો છે. આ મહિનામાં શ્રમ ભાગીદારી દર 43.35 ટકા પર છે જે ઓક્ટોબર 2018માં 42.46 ટકા પર હતો.

રિપોર્ટ કહે છે કે નોટબંધી અને જીએસટીના ઝટકામાંથી ઉભરવાના કારણે શ્રમ ભાગીદારી દર વધી રહ્યો છે પરંતુ તે રોજગાર દરના આંકડાથી નથી મળતો. રિપોર્ટ પ્રમાણે લોકો રોજગારની શોધ તો કરી રહ્યા છે પરંતુ તેમને નિરાશા હાથે લાગી રહી છે. આ સંકેત જોખમનું એલાર્મ છે. 

આર્થિક સુસ્તીના કારણે જઈ રહી છે નોકરીઓ

હકીકતમાં, દેશમાં આર્થિક સુસ્તીનો માહોલ છે. આ કારણે લગભગ દરેક સેક્ટરમાં છણાવટની ખબરો આવી રહી છે. જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનામાં દેશના ઑટોમોબાઈલ સેક્ટરમાં 2 લાખથી વધારે નોકરીઓ ગઈ છે. આ પ્રકારે ટેક્સટાઈલ સેક્ટર, એફએમસીજી સેક્ટર અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ નોકરીઓ પર સંકટના વાદળ મંડરાઈ રહ્યા છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top