Teachers Day 2019: 5 સપ્ટેમ્બરે જ કેમ કરાય છે શિક્ષક દિનની ઉજવણી ?

જાણો, શિક્ષક દિનની સૌપ્રથમ ક્યારે કરાઈ હતી ઉજવણી

ગુરુ આપણા જીવનનો સાચો રસ્તો બતાવે છે. એવું કહેવામાં આવે છે કે માત્ર ગુરુ જ આપણા જીવનને સાર્થક કરે છે. ગુરુ આપણને જીવન જીવવાની રીત અને આવનાર મુશ્કેલીઓ સામે લડતા શિખવાડે છે. જીવનમાં સફળ થવા માટે ગુરુ પાસેથી માર્ગદર્શન મેળવવું જરૂરી છે. દર વર્ષે 5 સપ્ટેમ્બર શિક્ષકોને સમર્પિત છે. આ દિવસે સમગ્ર દેશમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. બધા વિદ્યાર્થીઓ આ દિવસે તેમના ગુરુ એટલે કે શિક્ષકો પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. પરંતુ શું તમે જાણો છો કે શિક્ષક દિન કેમ ઉજવવામાં આવે છે ? 

આ દિવસે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણશાસ્ત્રી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ થયો હતો. તેમનો જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન આખા વિશ્વને એક શાળા માનતા હતા.

રાધા કૃષ્ણને કહ્યું કે જ્યારે પણ કોઈ પણ જગ્યાએથી કંઇક શીખવા મળે ત્યારે તેને આપણા જીવનમાં જ ઉતારી લેવું જોઈએ. તેઓ વિદ્યાર્થીઓને ભણાવતી વખતે વિદ્યાર્થીઓના અભ્યાસ કરતા વધારે બૌદ્ધિક વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતા હતા.

એકવાર રાધા કૃષ્ણનના કેટલાક શિષ્યોએ સાથે મળીને તેમનો જન્મદિવસ ઉજવવાનું વિચાર્યું. જ્યારે તેઓ તેમની પાસેથી પરવાનગી માટે પહોંચ્યા ત્યારે રાધા કૃષ્ણને તેમને કહ્યું મારો જન્મ દિવસ અલગ રીતે ઉજવવાને બદલે શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવશે તો મને ગર્વ થશે. ત્યાર બાદથી 5 સપ્ટેમ્બરના દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તમને જણાવી દઇએ કે, પ્રથમ વખત શિક્ષક દિવસ 1962માં ઉજવવામાં આવ્યો હતો.

Share This:  

Recent Comments

Leave Comments

Top