બોટાદઃ વીજળીના કાડાકા ભડાકા સાથે ત્રણ કલાકમાં 4 ઇંચ વરસાદ

રાજ્યમાં ગત વર્ષ કરતાં 28 ટકા વધારે વરસાદ

બોટાદ પંથકમાં વાતાવરણમાં પલટો આવતા ભારે વરસાદ વરસ્યો હતો.  શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ત્રણ કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.  ભારે વરસાદને પગલે શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા. તેમજ ગણપતિ બાપાના પંડાલોમાં પણ પાણી ભરાયા હતા.

શહેરમાં મેઘરાજાએ ફરી ધમાકેદાર એન્ટ્રી કરી હતી. હવામાન વિભાગ દ્રારા જણાવવામાં આવ્યું કે શહેરમાં 3 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.  ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તથા શહેરના અનેક વિસ્તારોની વીજ પૂરવઠો બંધ થઈ ગયો હતો. જેને કારણે સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. 

રાજ્યમાં સરેરાશ 816 મી.મી. વરસાદ પડી ચૂક્યો છે. ગત વર્ષ કરતાં આ વર્ષે 28 ટકા વરસાદ વધારે થયો છે. સારા વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં પાણીની આવક થઇ છે. 2018માં આ સમય સુધી 72.44 ટકા, 2017માં 103 ટકા વરસાદ થયો હતો. 2017માં સીઝનનો કુલ વરસાદ 112 ટકા થયો હતો. આ વર્ષે હજૂ વરસાદી માહોલ જામેલો હોવાથી વરસાદની ટકાવારી વધી જોય એવો અંદાજ છે. 2013માં રાજ્યમાં સીઝનનો કુલ વરસાદ 128 ટકા થયો હતો.

Share This:  

Recent Comments

Leave Comments

Top