બ્રહ્મચારી રહેવા ઇચ્છતા હતા ગણેશજી

જાણો, કેવી રીતે થયાં રિધ્ધિ સિધ્ધિ સાથે લગ્ન

ગણેશજીની પૂજા કોઇ પણ શુભ કામને કર્યા પહેલાં કરવામાં આવે છે. દરેક દેવતાઓમાં સૌથી પહેલું સ્થાન ગણેશજીનું જ છે. એવામાં જો આપણે વાત ગણેજીના લગ્નની કરીએ તો તેમના લગ્ન દરેક દેવતાઓથી અલગ સંયોગમાં થયો હતો. પૌરાણિક કથા અનુસાર ભગવાન ગણેશજી ક્યારેય લગ્ન કરવા નહોતા ઇચ્છતા. તે આજીવન બ્રહ્વચારી જ રહેવા ઇચ્છતાં હતા. પરંતુ એક દિવસ તેમનો લગ્ન કરવાનો સંકલ્પ તૂટી ગયો અને તેમના લગ્ન રિધ્ધિ સિધ્ધિ સાથે થયા. આવો જાણીએ ગણેશજીના લગ્ન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.

ગણેશજી પોતાના શરીરને લઇને હેરાન પરેશાન રહેતા હતા. એક વખત તે તપસ્યામાં લીન હતી તે સમયે ત્યાંથી તુલસીજી જઇ રહ્યા હતા. ગણેશજીને જોઇને તે મોહિત થઇ ગયા. તુલસીએ ગણેશજી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. ગણેશજીએ પોતે બ્રહ્વચારી છે તેવું કહીને તે પ્રસ્તાવને ના પાડી દીધી. આ વાતથી પરેશાન થઇને તુલસીએ તેમના બે લગ્ન થશે તેવો શ્રાપ આપ્યો. આ જ શાપને કારણે ભગવાન ગણેશજીની પૂજામાં તુલસીનો પ્રયોગ નથી થતો. 

બીજી કથા મુજબ ગણેશજી પોતાના હાથી જેવા મોઢાં અને પેટથી પરેશાન રહેતા હતા. તેમને લાગતું હતું કે જો તેમના લગ્ન નહીં થાય તો હું બીજા કોઇના પણ લગ્ન નહીં થવા દઉ. ત્યાર બાદ ગણેશજી બાકી રહેલાં બીજા દેવતાઓના લગ્નમાં જઇને પણ વિધ્ન નાંખવાનું કામ કરતાં હતાં. 

બાકીના દેવતાઓ ગણેશની આ વર્તણૂકથી નારાજ હતા, તેઓ કઇ સમજી શક્યા નહીં. આ કાર્યમાં ગણેશજીનો સાથ તેમનું વાહન મુશક પણ આપતો હતો. 

દરેક દેવતાઓ પોતાની મુશ્કેલી લઇને બ્રહ્વાજી પાસે ગયા. ગણેશજીની દરેક વાતોને જણાવી. ત્યાર બાદ બ્રહ્વાજી પોતાની બે માનસ પુત્રી રિધ્ધિ અને સિધ્ધિને લઇને ગણેશજી પાસે પહોંચ્યા અને તેમને શિક્ષા આપવાનું કહ્યુંય જ્યારે પણ ગણેશજી પાસે લગ્નની વાત આવતી તો રિધ્ધિ અને સિધ્ધિ તેમનું ધ્યાન ભટકાવી દેતી. 

એક દિવસ જ્યારે આ વાતની ખબર ગણેશજીને પડી કોઇ પણ રૂકાવટ વગર દરેકના લગ્ન સારી રીતે સંપન્ન થઇ ગયા તો તે ગુસ્સે થાય છે. ત્યારે ત્યાં બ્રહ્વાજી આવીને રિધ્ધિ સિધ્ધિ સાથે વિવાહનો પ્રસ્તાવ ગણેશજીની સામે રાખે છે. પછી ગણેશજી ખુશી ખુશી તે પ્રસ્તાવનો સ્વીકાર કરે છે. ગણેશજીની સાથે ખૂબ જ ધૂમધામથી રિધ્ધિ સિદ્ધિના લગ્ન સંપન્ન થાય છે. 

Share This:  

Recent Comments

Leave Comments

Top