આ છે દુનિયાની સૌથી મોંઘી વેડિંગ પ્લાનર

એક લગ્ન કરાવવાના લે છે 10 કરોડ રૂપિયા

આજના સમયમાં વેડિન્ડ પ્લાનરનો ધંધો ખીલી ઉઠ્યો છે. જે પરિવારો પાસે સમયની કમી રહે છે કે તેમને લાગે છે કે લગ્નના તમામ કામ તે સમય પર નથી કરી શકતા, તો તેમના માટે વેડિંગ પ્લાનર એક સારો વિકલ્પ છે. લગ્ન સમારોહથી લઈ પંડાલ, ખાન-પાન, લાઈટિંગ અને ડીજે, આ તમામ કામ એક વેડિંગ પ્લાનર સારી રીતે કરી શકે છે. એક એવી વેડિંગ પ્લાનર છે સારાહ હેવુડ, જેને દુનિયાની સૌથી મોંઘી વેડિંગ પ્લાનર તરીકે ઓળખવામાં આવે છે.

કહેવામાં આવે છે કે મોટામાં મોટી સેલિબ્રિટીઝ પણ સારાહનો ખર્ચો સહન નથી કરી શકતા. જ્યારે તે ઘણા અરબપતિ બિઝનેસમેન અને હૉલીવુડ સ્ટાર્સના લગ્નમાં વેડિંગ પ્લાનર તરીકે કામ કરી ચૂકી છે. સારાહે બ્રિટિશ રાજઘરાનાના પ્રિંસ વિલિયમ અને તેમની બહેન, હૈરી અને મેગન મર્કેલના પણ લગ્નમાં વેડિંગ પ્લાનર તરીકે કામ કર્યું છે. 

સારાહ એક લગ્ન માટે વેડિંગ પ્લાનર તરીકે 10 કરોડ રૂપિયાની ભારે ભરખમ રકમ લે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સારાહે અનેક લગ્ન કરાવ્યા છે, જેમાં એક દિવસના લગ્નનું બજેટ 48થી 50 કરોડ રૂપિયા સુધીનું હોય છે.

એક રિપોર્ટ પ્રમાણે, સારાહની કુલ સંપત્તિ 165 કરોડ રૂપિયા છે. તે એક પૈરાનૉર્મલ વેડિંગ શો પણ લઈને આવી રહી છે. આ શો માટે બ્રિટેનની યુકેટીવીએ સારાહને સાઈન કરી છે. તે દુનિયાનો પહેલો પૈરાનૉર્મલ વેડિંગ શો હશે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કોઈ ડેસ્ટિનેશન વેડિંગ દરમિયાન સારાહની ટીમ માટે 172 હોટલ રૂમ બુક કરવામાં આવે છે. સમગ્ર ટીમ એક સાથે સતત ઓછામાં ઓછા 5 દિવસ ત્યાં રહીને કામ કરે છે અને લગ્ન સમારોહને લગ્ઝરી લુક આપે છે.

ક્યા લગ્ન પર કેટલો ખર્ચ કરવો છે અને શું-શું કરવું છે, તેના માટે સારાહ પહેલા જ પ્લાન કરી લે છે. તે કુલ બજેટનું લગભગ 45 દિવસ વેન્યૂ, ખાવાનું, ડ્રિન્ક્સ વગેરે પર ખર્ચ કરે છે. જ્યારે 15 ટકા નાના ખર્ચા, 12 ટકા વીડિયો મેકિંગમાં, 10 ટકા ફોટોગ્રાફી પર, 8 ટકા ફુલો અને પાંચ ટકા ટ્રાન્સપોર્ટ પર ખર્ચ કરે છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top