એક એવી હોટલ, જ્યાં પડખું ફરતાં જ એક દેશથી બીજાં દેશમાં ચાલ્યા જાય છે લોકો

આ હોટલના એક નહીં પરંતુ છે બે બે એડ્રેસ

દુનિયામાં એવી ઘણી હોટલ છે, જે પોતાનામાં ઘણી સુંદર અને અનોખી છે અને સાથે જ આલીશાન પણ છે. પરંતુ શું તમે ક્યારેય કોઇ એવી હોટલ વિશે સાંભળ્યું છે, જ્યાં પલંગ પર ખાલી આમથી આમ ફરવાથી લોકો એક દેશમાંથી બીજા દેશમાં ચાલ્યા જાય છે. જી હાં, આ કોઇ મજાક નથી પરંતુ હકીકત છે. આ હોટલનું નામ અર્બેજ હોટલ છે. 

આ હોટલને અર્બેજ ફ્રાંકો-સુઇસે હોટલના નામથી પણ ઓળખવામાં આવે છે. આ હોટલ ફ્રાન્સ અને સ્વિટ્ઝર્લૅન્ડની સીમા પર લા ક્યોર વિસ્તારમાં સ્થિત છે. આ હોટલ બન્ને દેશોમાં આવે છે. એટલાં માટે આ હોટલના બે બે એડ્રેસ છે. 

આ હોટલની ખાસ વાતતો એ છે કે ફ્રાન્સ અને સ્વિટ્ઝર્લેન્ડની સીમા એક હોટલની વચ્ચો વચ્ચથી પસાર થાય છે. આ હોટલની અંદર જતાં જ લોકો એક દેશથી બીજાં દેશમાં પહોંચી જાય છે. 

અર્બેજ હોટલનું વિભાજન બન્ને દેશોની સીમાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. તમે જાણીને હેરાન થશો કે આ હોટલનું બાર સ્વિટ્ઝર્લૅન્ડમાં પડે છે તો બાથરૂમ ફ્રાન્સમાં છે.

આ હોટલમાં દરેક રૂમને બે ભાગોમાં વહેચવામાં આવ્યા છે. રૂમના ડબલબેડ એવી રીતે સજાવવામાં આવ્યા છે કે તે અડધાં ફ્રાન્સમાં તો અડધાં સ્વિટ્ઝર્લૅન્ડમાં છે. સાથેજ રૂમના ઓશિકાંઓ પણ બન્ને દેશો પ્રમાણે અલગ અલગ લગાવવામાં આવ્યા છે. 

આ હોટલ જે જગ્યા પર બની છે. તો વર્ષ 1862માં અસ્તિત્વમાં આવી હતી. પહેલાં અહિંયા એક કરિયાણાની દુકાન હતી. બાદમાં વર્ષ 1921માં જૂલ્સ-જીન-અર્બેજે નામના વ્યક્તિએ આ જગ્યાને ખરીદી લીધી અને અહિંયા હોટલ બનાવી લીધી. હવે આ હોટલ ફ્રાન્સ અને સ્વિટ્ઝર્લૅન્ડ બન્ને દેશોની ઓળખાણ બની ચૂકી છે. 

Share This:  

Recent Comments

Leave Comments

Top