દેશની આ મોટી સંસ્થામાં હવે TikTokની મદદથી થશે અભ્યાસ

વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો માટે શ્રેણીબદ્ધ વર્કશોપનું કરાશે આયોજન

સોશિયલ મીડિયા વીડિઓ એપ TikTokનો અત્યાર સુધી લોકોનું મનોરંજન કરવા માટે જાણીતી છે. પરંતુ હવે આ એપ્લિકેશન વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં પણ મદદ કરશે. વિદ્યાર્થીઓને ન્યૂ મીડિયાની ટેકનોલોજી, તેના પડકારો અને ઉકેલો સમજવામાં પણ મદદ કરશે. તેની શરૂઆત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન (IIMC) થી થઈ છે.

ટીકટોકે આ સંદર્ભે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન(IIMC) સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી હેઠળ, આ સોશિયલ મીડિયા વીડિઓ એપ્લિકેશન મીડિયાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તાલીમ આપશે. TikTokનું આ પ્રશિક્ષણ દેશ અને વિશ્વમાં ઝડપથી વિકસતા સોશિયલ મીડિયાના કારણે ઉદ્યોગો સામે આવનારા પડકારો સાથે સંબંધિત હશે.

આ ભાગીદારી હેઠળ TikTok અને IIMC વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરો માટે શ્રેણીબદ્ધ વર્કશોપનું આયોજન કરશે. આ વર્કશોપમાં દેશના વિવિધ ભાગોમાં રહેલ આઈઆઈએમસીના તમામ છ પ્રાદેશિક શિબિરના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો ભાગ લેશે.

TikTokની પબ્લિક પોલિસીના નિયામક નીતિન સલૂજાએ આ વિશે કહ્યું કે "અમે એવા સંબંધો બનાવવામાં વિશ્વાસ કરીએ છીએ કે જે આગળ એકબીજાના વિકાસ અને મદદમાં અસરકારક હોય." યુવા વ્યાવસાયિકોને તાલિમ આપીને અમે તેમને જાગૃત ડિજિટલ નાગરિક બનાવવા માંગીએ છીએ. સાથેજ ઓનલાઈન સુરક્ષા મુદ્દાઓને પ્રોત્સાહીત કરવા માંગીએ છીએ.

કંપની દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા એક પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે આ વર્કશોપ માટે આ પ્રકારનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે, જેથી નવા માધ્યમો, ઇન્ટરનેટ આધારિત કંપનીઓના પ્રતિનિધિઓના મંતવ્યો અને શીખ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકાય.

જણાવી દઈએ કે ભારત સિવાય, બેઇજિંગ, મોસ્કો, સિઓલ, જકાર્તા, બર્લિન, લોસ એન્જલસ, સિંગાપુર, ટોક્યો, લંડન, શંઘાઇમાં પણ TikTokની ઓફિસો છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top