માણસોની જેમ કાગડાંઓમાં પણ વધે છે કોલેસ્ટ્રોલ

તપાસમાં સામે આવે આશ્ચર્ય કરી દે તેવી વાત

શું કાગડાંઓમાં પણ કોલેસ્ટ્રોલ વધે છે? જો તમારાં મનમાં પણ આ સવાલ છે તો તેનો જવાબ સંશોધકોએ શોધી લીધો છે. ન્યૂયોર્કના હેમિલ્ટન કોલેજના શોધકર્તાઓ પ્રમાણે, માણસોની જેમ કાગડાંઓમાં પણ કોલેસ્ટ્રેલ વધે છે. શોધમાં સામે આવ્યું છે કે ગ્રામીણ ક્ષેત્રમાં રહેવા વાળાં કાગડાંઓના મુકાબલામાં શહેરમાં રહેનાર કાગડાંઓમાં કોલેસ્ટ્રોલનું સ્તર પાંચ ગણું વધારે રહે છે. 

સંશોધકોએ શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોના 140 કાગડાંઓનું બલ્ડ સેમ્પલ લીધું અને તેમના લોહીની તપાસ કરી. આ સિવાય તેમના શરીરમાં હાજર ચરબીના પ્રમાણની પણ તપાસ કરી. આ તપાસમાં સામે આવ્યું કે  શહેરી ક્ષેત્રના કાગડાંઓમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે.

સંશોધકના પ્રમાણે, શહેરી ક્ષેત્રના કાગડાંઓમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધારે હોવાનું કારણ તે ચીઝ બર્ગર વધારે ખાય છે. સંશોધકકર્તા એન્ડ્રિયા ટાઉનસેંડનું કહેવું છે કે લોકો કાગડાંઓને ચીઝ બર્ગર ખવડાવે છે અથવા તો ક્યારેક તેઓ જમીન પર પડેલાં તે ટુકડાંને ખાઇ લે છે. જેના કારણે તેમની અંદરના કોલેસ્ટ્રોલનું સ્તર વધી જાય છે. 

એન્ડ્રીઆનું કહેવું છે કે ફાસ્ટ ફૂડ ખાવાથી કાગડાઓનાં સ્વાસ્થ્ય પર કેટલી અસર થશે, તે કહેવું મુશ્કેલ છે, પરંતુ થઇ શકે છે કે તેની નકારાત્મક અસર હાલ ન જોવા મળે પણ ભવિષ્યમાં જોવા મળશે, કેમ કે તે ઘણા વર્ષો પછી માણસોમાં પણ તેની અસર જોવા મળે છે.

કાગડાંઓમાં કોલેસ્ટ્રોલ વધવાનો મામલો સૌથી વધારે સ્પેનના કેનેરી આઇલેન્ડની પાસે જોવા મળ્યો છે કારણ કે અહિંયા માણસોની આબાદી વધારે છે. 

Share This:  

Recent Comments

Leave Comments

Top