જાણો, શું હતું મધર ટેરેસાનું સાચું નામ ?

લોકો માટે સમર્પિત હતું તેમનું આખું જીવન

આજે મધર ટેરેસાની 109મી જન્મજયંતિ છે. તેમનો જન્મ 26 ઓગસ્ટ 1910ના રોજ અલ્બેનિયન પરિવારમાં થયો હતો. દુનિયા તેમને મધર ટેરેસાના નામે ઓળખે છે, પરંતુ હકીકતમાં તેમનું નામ આગ્નેસ ગોનએક્સહે બોજાક્ષહિયુ (Anjezë Gonxhe Bojaxhiu) હતું. તેમણે ભારતના ગરીબ અને પીડિત લોકોની સેવા કરી હતી અને પોતાનું આખું જીવન રક્તપિત્તના દર્દીઓ અને અનાથની સેવા કરવામાં સમર્પિત કર્યું. તેમના કાર્યને કારણે, તેમને શાંતિ નોબેલ પુરસ્કાર એનાયત કરાયો હતો.

ચાલો જાણીએ તેમના વિશેની કેટલીક વિશેષ વાતો...

- મધર ટેરેસા કેથોલિક હતી, પરંતુ તેમની પાસે ભારતનું નાગરિકત્વ હતું. ભારતની સાથે, તેમની પાસે ઓટોમાન, સર્બિયા, બલ્ગેરિયા અને યુગોસ્લાવિયા સહિતના અન્ય ઘણા દેશોની નાગરિકતા હતી.

- વર્ષ 1946 માં તેમણે ગરીબ અને લાચાર લોકોની સેવા કરવાનો સંકલ્પ કર્યો હતો. નિસ્વાર્થ સેવા માટે મધર ટેરેસાને 1950માં કોલકાતામાં 'મિશનરીઝ ઓફ ચેરિટી' ની સ્થાપના કરી હતી. 1981 માં તેમણે તેમનું નામ બદલ્યું હતું.

- અલ્બેનિયા મૂળની મધર ટેરેસાએ કોલકાતામાં ગરીબ અને પીડિત લોકો માટે જે કર્યું તે વિશ્વમાં અભૂતપૂર્વ માનવામાં આવે છે.

- તેમણે 12 સભ્યો સાથે પોતાની સંસ્થા શરૂ કરી હતી અને હવે આ સંસ્થા 133 દેશોમાં કાર્યરત છે. 133 દેશોમાં તેમની 4501 સિસ્ટર છે.

- મધર ટેરેસાને તેમના જીવનકાળ દરમિયાન ગરીબ અને વંચિત લોકોની સેવા અને ઉત્કર્ષ માટે ઘણા એવોર્ડ મળ્યા. તેમાંથી સૌથી પ્રખ્યાત 1979માં મળેલો નોબેલ શાંતિ પુરસ્કાર છે, જે તેમને માનવતાની સેવા માટે આપવામાં આવ્યો હતો.

- વેટિકન સિટીમાં એક સમારોહ દરમિયાન રોમન કેથોલિક ચર્ચના પોપ ફ્રાન્સિસે મધર ટેરેસાને સંતનું બિરુદ આપ્યું હતું. દુનિયાભરના લાખો લોકો આ એતિહાસિક ક્ષણના સાક્ષી હતા.

- મધર ટેરેસાએ પોતાનું આખું જીવન ગરીબ અને લાચાર લોકોના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું. તે ફક્ત ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ તેમના માનવતાવાદી કામ માટે જાણીતા છે.

- મધર ટેરેસા મૃત્યુ સુધી કોલકાતામાં રહ્યા હતા અને આજે પણ તેમની સંસ્થા ગરીબો માટે કામ કરી રહી છે. તેમને નોબેલ શાંતિ પુરસ્કારની સાથે ભારત રત્ન, ટેમ્પ્ટન પ્રાઇઝ, ઓર્ડર ઓફ મેરિટ અને પદ્મશ્રી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. 

- તમને જણાવી દઈએ કે, ઘણા લોકોએ તેમના જીવનની અંતિમ ક્ષણે મધર ટેરેસા પર આરોપ લગાવ્યા હતા. તેમની પર ગરીબોની સેવા કરવાને બદલે તેમના ધર્મને ખ્રિસ્તી ધર્મમાં ફેરવવાનો આરોપ મૂક્યો. તમને જણાવી દઈએ કે, સતત બગડતી તબીયતના કારણે તેમનું 5 સપ્ટેમ્બર 1997માં અવસાન થયું હતું.

Share This:  

Recent Comments

Leave Comments

Top