છત્તીસગઢઃ અબૂઝમાડના જંગલોમાં સુરક્ષાદળોએ 5 નક્સલીઓને માર્યા ઠાર

અથડામણ હજુ ચાલુ, ડીઆરજીના બે જવાન ઘાયલ

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં પાંચ નક્સલીઓ માર્યા ગયા છે. આ અથડામણ નક્સલ પ્રભાવિત અબૂઝમાડના જંગલોમાં થઈ રહી છે. જાણકારી પ્રમાણે સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે સતત ગોળીબાર ચાલુ છે. અથડામણમાં પાંચ નક્સલીઓને ઠાર મરાયા છે. આ અથડામણમાં ડીઆરજીના બે જવાન ઘાયલ થયા છે. જ્યારે અથડામણ હજુ ચાલુ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પોલીસને આ વિસ્તારમાં નક્સલીઓના છુપાયા હોવાની માહિતી મળી હતી. જ્યાર બાદ ઓરછા વિસ્તારમાં સર્ચ અભિયાન દરમિયાન નક્સલીઓએ જવાનો પર ફાયરિંગ કરી દીધું. જવાનોએ પણ મોર્ચો સંભાળતા જવાબી કાર્યવાહી કરી જેમાં પાંચ નક્સલી ઠાર થયા.

Share This:  

Recent Comments

Leave Comments

Top