અરૂણ જેટલીના નિધન પર સોશિયલ મીડિયા ગમગીન

PM મોદીએ કહ્યું, મે એક મૂલ્યવાન મિત્ર ગુમાવ્યો છે

ભાજપના વરિષ્ઠ નેતા અને મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં નાણાં પ્રધાન પદ સંભાળનારા અરૂણ જેટલીનું નિધન થયું છે. તેમણે આજે બપોરે 12.15 વાગ્યે દિલ્હી એઇમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા ઘણા દિવસોથી જેટલી એઈમ્સમાં દાખલ હતા. જણાવી દઈએ કે 9 ઓગસ્ટે, 66 વર્ષના જેટલીને શ્વાસ લેવામાં તકલીફ થયા પછી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેટલીએ તબિયત ખરાબ હોવાને કારણે 2019 ની લોકસભાની ચૂંટણી લડી નહોતી.

અરુણ જેટલીના મોતને લઇને સોશ્યલ મીડિયા ચિંતાતુર બન્યું છે. જેટલીના નિધન પર શ્રદ્ધાંજલિ આપતાં ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ ટ્વીટ કર્યું હતું કે, "ભારતીય રાજકારણ માટે અકલ્પનીય ખોટ!" ઘણા લોકો માટે માર્ગદર્શક એવા અરૂણ જેટલી, સૂર્યની નીચે પૃથ્વી વિશે સંપૂર્ણ જ્ઞાન ધરાવતા એક માણસ. તે હવે અમારી સાથે નથી. તેમનું જીવન ખરેખર પ્રેરણાદાયક હતું. ॐ 'શાંતિ!'

તે જ સમયે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેટલીના પુત્ર અને પત્ની સાથે વાત કરી અને શોક વ્યક્ત કર્યો. પીએમ મોદીએ ટિ્‌વટ કર્યું હતું કે તેમણે સૌથી કિંમતી મિત્રને ગુમાવ્યો છે. આપને જણાવી દઈએ કે પીએમ મોદી હાલમાં યુએઈની મુલાકાતે છે. જેટલીના અવસાન પર મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજે કહ્યું: ભાજપને વધારવામાં જેટલીનું યોગદાન અતુલ્ય હતું. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે જેટલીના મોત પર શોક વ્યક્ત કર્યો હતો.

Share This:  

Recent Comments

Leave Comments

Top