વિદેશી અને ઘરેલૂ નિવેશકો પર સરચાર્જમાં વધારો પરત

જાણો, નાણા મંત્રીની 10 મોટી વાતો...

વૈશ્વિક મંદી દરમિયાન ભારતમાં ઉદ્ભવતી આશંકાઓ વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારામણને આજે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે દેશમાં મંદીની અસર નહીં થાય. આ સાથે તેમણે અનેક પગલા ભરવાની પણ જાહેરાત કરી હતી.

નાણામંત્રીની 10 મોટી વાતો

 • વૈશ્વિક જીડીપી વૃદ્ધિ દર સંશોધિત થઈને હાલનું અનુમાન 3.2 ટકાથી નીચે જઈ શકે છે. વૈશ્વિક માંગ નબળી રહેશે.
 • યુએસ-ચીન વેપાર યુદ્ધ અને ચલણના અવમૂલ્યનને લીધે વૈશ્વિક વેપારમાં અસ્થિર પરિસ્થિતિ ઉભી થઈ છે.
 • ભારતનો આર્થિક વિકાસ દર ઘણા દેશો કરતા ઉંચો છે. સંપત્તિનું સર્જન કરનારાઓ માટે આદર એ નાણાકીય વર્ષ 2019-20ના બજેટની મૂળ ભાવના છે. આ પછી, વિવિધ ક્ષેત્રની જરૂરિયાતોને સમજવા માટે તેમની સલાહ લેવામાં આવી.
 • આર્થિક સુધારણા સરકારના કાર્યસૂચિમાં ટોચ પર છે, સુધારાની પ્રક્રિયા ચાલી રહી છે, તેની ગતિ અટકી નથી.
 • કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર)ના નિયમોનું ઉલ્લંઘનને દિવાની મામલાની જેમ જોવામાં આવશે, તેને અપરાધિક મામલાની શ્રેણીમાં નહીં રાખવામાં આવે.
 • નાણાંપ્રધાને કરદાતાઓની પજવણીને સમાપ્ત કરવા સંબંધિત કરવેરા સુધારણા વિશે જણાવ્યું હતું કે, હવે તમામ વેરાની નોટિસ કેન્દ્રીય પદ્ધતિ દ્વારા જાહેર કરવામાં આવશે.
 • નાણાં પ્રધાને વિદેશી પોર્ટફોલિયો નિવેશકો પર વધારવામાં આવેલા અધિભારને પરત લેવા અને બજેટ પૂર્વની સ્થિતિ પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી
 • સરકાર જાહેર ક્ષેત્રની બેંકોમાં પ્રારંભિક તબક્કે રૂ. 70 હજાર કરોડની મૂડી લગાવે છે જેથી બેન્કો બજારમાં પાંચ લાખ કરોડ રૂપિયા સુધીની રોકડ જાહેર કરવામાં સક્ષમ થઈ શકશે.
 • નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs)ના બાકી તમામ જીએસટી રિફંડ 30 દિવસની અંદર ચૂકવવામાં આવશે, ભવિષ્યના રિફંડ કેસોનું 60 દિવસમાં સમાધાન કરવામાં આવશે.
 • સરકારી વિભાગો દ્વારા વાહનોની ખરીદી પરનો પ્રતિબંધ સરકારે હટાવ્યો છે. ઉપરાંત, આજથી માર્ચ 2020 સુધીમાં ખરીદાયેલા વાહનો પર 15 ટકાના વધારાના અવમૂલ્યનને મંજૂરી આપવામાં આવી છે.
 • નાણાં પ્રધાને કહ્યું હતું કે, અમે પૂર્વ-ફિલ્ડ આઇટી રિટર્ન તરફ આગળ વધી રહ્યા છીએ. આપણી અર્થવ્યવસ્થાની ગતિ પુરી થઈ નથી. આપણા માટે ગ્રોથનો માટેના એજન્ડા ટોચ પર છે. આ સાથે જઈએસઆઈસીમાં પણ રાહતની જાહેરાત કરવામાં આવી છે. અધિગ્રહણ-મર્જરને સરળતાથી મંજૂરી મળી રહી છે. આ સાથે જ, ડિફરેન્શિયલ મતદાનના અધિકારોમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top