મહારાષ્ટ્રઃ ભિવંડીમાં મોડી રાત્રે ચારમાળી ઈમારત પડી

બે લોકોના મોત, રાહત-બચાવ કાર્ય ચાલુ

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીના શાંતિ નગર વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે એક ચાર માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, મકાનના કાટમાળમાં દબાયેલા ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. 

નવી માહિતી અનુસાર કાટમાળમાંથી હટાવવામાં આવેલા લોકોમાંથી બે લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. જોકે, કાટમાળ નીચે ઘણા વધુ લોકો દબાયા હોય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.

આ અગાઉ ભિવંડી-નિઝામપુર કોર્પોરેશનના કમિશનર અશોક રણકંભ બિલ્ડિંગમાં પડતાં ચાર લોકોનો સૌથી પહેલા બચાવ થયો હતો, જેમાંથી એકનું મોત નીપજ્યું હતું. આ બિલ્ડિંગ આઠ વર્ષ જૂનું છે જે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું હતું. આ કેસની તપાસ ચાલી રહી છે.

તેમણે કહ્યું કે અમને માહિતી મળી હતી કે બિલ્ડિંગનો આધારસ્તંભ ધરાશાયી થઈ શકે છે. અમારી આપાતકાલીન ટીમે તેનું નિરીક્ષણ કર્યું અને મકાન પડવાની આશંકાને કારણે તે ખાલી કરાયો હતો. પરંતુ તેમ છત્તા, કેટલાક લોકો પરવાનગી વિના મકાનમાં ગયા હતા.

Share This:  

Recent Comments

Leave Comments

Top