દેશમાં જન્માષ્ટમીની ધૂમ-ધામથી ઉજવણી

રાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ

આજે જન્માષ્ટમીની ઉજવણી દેશભરમાં ખૂબ ધૂમ-ધામ સાથે કરવામાં આવી રહી છે. આ પ્રસંગે દેશ અને વિશ્વના શ્રી કૃષ્ણ મંદિરને સુંદર રીતે શણગારવામાં આવ્યા છે. મંદિરોમાં ભક્તોનો ધસારો છે. આ શુભ પ્રસંગે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે.

રાષ્ટ્રપતિએ ટ્વીટર પર લખ્યું, 'જન્માષ્ટમી નિમિત્તે તમામ દેશવાસીઓને અભિનંદન અને શુભેચ્છાઓ. ભગવાન શ્રી કૃષ્ણએ 'નિશ્કર્મ કર્મ' નો સંદેશ આપ્યો છે, એટલે કે, ફળની ઇચ્છા વિના કાર્ય કરવા. હું ઈચ્છું છું કે આ તહેવાર દરેકના જીવનમાં આનંદ અને હર્ષ-ઉલ્લાસ લાવે. '

जन्माष्टमी के अवसर पर सभी देशवासियों को बधाई और शुभकामनाएं।

भगवान श्री कृष्ण ने 'निष्‍काम कर्म' अर्थात् फल की इच्छा किए बिना कर्म करने का संदेश दिया है।

मेरी कामना है कि यह त्योहार सबके जीवन में हर्ष-उल्लास और उमंग लाएं — राष्ट्रपति कोविन्द

— President of India (@rashtrapatibhvn) August 24, 2019

વડાપ્રધાન મોદીએ ટ્વીટર પર લખ્યું, 'શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ આપણા જીવનમાં હંમેશા સુખ અને સારા આરોગ્ય લાવે. જય શ્રી કૃષ્ણ!

सभी देशवासियों को श्रीकृष्ण जन्माष्टमी की हार्दिक शुभकामनाएं। जय श्रीकृष्ण!

Janmashtami greetings to everyone! May the blessings of Bhagwan Shri Krishna always bring happiness and good health in our lives. Jai Shri Krishna!

— Narendra Modi (@narendramodi) August 24, 2019

ગૃહમંત્રી અમિત શાહે પણ દેશવાસીઓને અભિનંદન આપતાં લખ્યું, 'શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. જય શ્રી કૃષ્ણ.' સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ટ્વીટર પર લખ્યું છે, "શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર તહેવાર પર આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ."

Share This:  

Recent Comments

Leave Comments

Top