કલમ 370ને લઈ દિલ્હી વિધાનસભામાં ભારે હોબાળો

કેજરીવાલે કહ્યું, લોકોની જતી રહી નોકરીઓ

વિપક્ષે દિલ્હી વિધાનસભામાં કલમ 370ને લઈને ભારે હોબાળો મચાવ્યો હતો. ગૃહમાં વિપક્ષ કલમ 370ની વિવાદિત જોગવાઈઓને નાબૂદ કરવા બદલ આભાર પ્રસ્તાવ પસાર કરવા માગે છે. પરંતુ તેમની માંગ ન સંતાષાતા નાખુશ વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો.

વિપક્ષી નેતા વિજેન્દ્ર ગુપ્તાને કરાયા બહાર

શુક્રવારે, દિલ્હી વિધાનસભાના સભ્યોએ હાથમાં તક્તીઓ લઈને આભાર માનવાનો મત પસાર કરવાની માંગ કરી હતી. વિધાનસભા સ્પીકરે તેને મંજૂરી આપી ન હતી. આ પછી વિપક્ષોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. જે પછી વિધાનસભા  અધ્યક્ષ દ્રારા વિપક્ષી નેતા વિજેન્દ્ર ગુપ્તાને બાકીના સત્ર માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બીજેપીના અન્ય સભ્ય મંજિંદર સિંહ સિરસાને પણ એક દિવસ માટે ગૃહમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી કાર્યાલય બહાર ધરણા

અધ્યક્ષની કાર્યવાહીને વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ ગણાવીને વિજેન્દ્ર ગુપ્તાએ ત્યાર બાદ તેમના સાથીદારો સાથે મુખ્યમંત્રી કાર્યાલય સામે ધરણા કર્યા હતા. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગૃહના માળખા પર કલમ 370 પર પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. તે માત્ર કાશ્મીર વિશે જ નથી, પરંતુ તે ભારતના ગૌરવ સાથે જોડાયેલો વિષય છે અને દિલ્હીના લોકો આ વિષય પર તેમનો અભિપ્રાય શું છે તે જાણવા માંગે છે.

આર્થિક સુધારણા માટે પગલા ભરે સરકાર

ગૃહની કાર્યવાહી બાદ વિપક્ષના હુમલા અંગે પ્રતિક્રિયા આપતા મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેઓ કલમ 370 પર પોતાનો વલણ સ્પષ્ટ કરી ચૂક્યા છે. હવે આ મુદ્દાથી આગળ વધવુ જોઈએ. કેજરીવાલે કહ્યું કે, દેશ આ સમયે આર્થિક સંકટમાં ફસાઈ રહ્યો છે, લોકોની નોકરી જતી રહી છે અને રોજગારની તકો ઓછી થઈ રહી છે. તેથી સરકારે આ તરફ ધ્યાન આપવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, જો કેન્દ્ર સરકાર આર્થિક સમસ્યાને સમાપ્ત કરવા માટે કોઈ પગલું ભરે છે, તો તેઓ આ પગલામાં સરકારનો સંપૂર્ણ સમર્થન કરશે.

Share This:  

Recent Comments

Leave Comments

Top