ગાવસ્કરે કોહલી પર ઉઠાવ્યા સવાલો

અશ્વિનનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ ન કરતાં આપ્યું મોટુ નિવેદન

સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિનને વેસ્ટ ઇન્ડીઝ સામેની એન્ટિગા ટેસ્ટમાં કેપ્ટન વિરાટ કોહલીએ પ્લેઈંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો નથી. આ મેચમાં રવિચંદ્રન અશ્વિન નહીં, પરંતુ એકમાત્ર સ્પિનર તરીકે રવિન્દ્ર જાડેજાને સામેલ કરવામાં આવ્યો હતો.

પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે રવિચંદ્રન અશ્વિનને પ્લેઇંગ ઇલેવનમાં નહીં રમડવા પર કેપ્ટન અને કોચના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. સુનિલ ગાવસ્કરે કહ્યું, 'ટીમની પસંદગીથી હું આશ્ચર્ય પામું છું. ખાસ કરીને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ, એવો ખેલાડી કે જેમનો મહાન રેકોર્ડ છે. તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આ તદ્દન આઘાતજનક નિર્ણય છે. હું આશ્ચર્ય પામું છું.

જણાવી દઈએ કે 32 વર્ષીય સ્ટાર ઓફ સ્પિનર અશ્વિને વેસ્ટ ઇન્ડીઝ સામે મોટો રેકોર્ડ બનાવ્યો છે.  તેણે કારકિર્દી દરમિયાન કેરેબિયન ટીમ સામે 11 ટેસ્ટ મેચની 21 ઇનિંગ્સમાં 60 વિકેટ ઝડપી છે. છેલ્લી વખત ભારતે  વર્ષ 2016 માં કેરેબિયન પ્રવાસ કર્યો હતો ત્યારે અશ્વિને ચાર ટેસ્ટ મેચોમાં 17 વિકેટ લીધી હતી. 

અજિંક્ય રહાણેએ જણાવ્યું હતું કે જાડેજાની એટલા માટે  પસંદગી કરવામાં આવી હતી કારણ કે તે આ વિકેટ પર સારો વિકલ્પ સાબિત થઈ શકે છે અને તે ટીમના છ નંબરના બેટ્સમેનની જરૂરિયાત પણ પૂરી કરે છે. તે જ સમયે, હનુમા વિહારી પણ આ પિચ માટે ઉપયોગી બોલર સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં કોચ અને કેપ્ટન વચ્ચે નિર્ણય લેવામાં આવ્યો કે આ ટીમનું જોડાણ હોવું જોઈએ. રહાણેએ એમ પણ કહ્યું કે અશ્વિન અને રોહિત જેવા ખેલાડીઓને બેંચ પર મૂકવાનો નિર્ણય હંમેશા મુશ્કેલ હોય છે, પરંતુ આ બધું ટીમ માટે કરવામાં આવ્યું હતું.

Share This:  

Recent Comments

Leave Comments

Top