VIDEO: મહિલાએ બ્રેન સર્જરી દરમિયાન વગાડી વાંસળી

આમ કરવા પાછળનું ડોક્ટર્સે જણાવ્યું અનોખું કારણ

દુનિયામાં કલાકારોની કોઇ ઉણપ નથી. દરેક કલાને તેની કદર કરે તેવા કદરદાનની જ જરૂર હોય છે. કલાકાર હંમેશા પોતાના ટેલેન્ટને હંમેશા પ્રેક્ષકો સામે રજૂ કરે જ છે, પણ નવાઇ ત્યારે લાગે કે કોઇ જ્યારે કોઇ કલાકાર મોત સામે ઝઝૂમી રહ્યો હોય તો પણ કલા રજૂ કરે તેવા કલાકાર તો ભાગ્યે જ જોવા મળે છે. અમેરિકાની એના હેનરી કંઇક આ પ્રકારનો જ સાહસ બતાવીને પોતાની કલા રજૂ કરી છે. 

એના હેનરીની વાત કરીએ તો, તે વ્યવસાયે વાંસળી વાદક છે. તેની વાંસળીની ધુનનાં ઘણા લોકો દિવાના છે. પરંતુ હેરાન કરનારી વાત એ છે કે પોતાના ઇલાજ દરમિયાન પણ હોસ્પિટલમાં વાંસળી વગાળી હતી. હકીકતમાં એનાને વંશાનુગત બીમારી છે. આ બીમારીના કારણે એનાના હાથ ખૂબ જ ધ્રૂજતા હતા અને તેને વાંસળી વગાળવામાં મુશ્કેલી થતી હતી. 

પોતાની આ બીમારીનો ઇલાજ કરવા માટે એના હોસ્પિટલ ગઇ હતી. અમેરિકાના મેમોરિયલ હરમન હોસ્પિટલ ખાતે એનાને દાખલ કરવામાં આવી હતી. જ્યારે ઓપરેશન થિયેટરમાં ભર્તી એનાના મગજની સર્જરી ચાલી રહી છે, ત્યારે એનાને વાંસળીની ધૂન વગાડે છે. 

વીડિયોમાં એનાની વાંસળી વગાડતા જોઇને પ્રશ્ન થશે કે આ ઓપરેશન વખતે આવું કેમ કરી રહી છે? હકીકતમાં ડોક્ટર ઇચ્છતા હતા કે તેઓ જે સમસ્યાને દૂર કરવા માટે સર્જરી કરી રહ્યાં છે તે યોગ્ય છે કે નહીં તે ચકાસવા માટે ડોક્ટર એનીને વાંસળી વગાડવાનું કહેતા હતા. 

ઓપરેશન થિયેટરમાં જ્યારે એનાના મગજની સર્જરી થઇ રહી હતી. તે દરમિયાન એના ડોક્ટરોને વાંસળીની ધૂન સંભળાવી રહી હતી. હકીકતમાં એનાના હાથમાં વંશાનુગત રોગ છે જેના કારણે તેને જે ધ્રૂજારી થતી હતી. તે ઓછી કરવાનો ડોક્ટર પ્રયાસ કરી રહ્યાં હતા. 

Share This:  

Recent Comments

Leave Comments

Top