આતંકવાદીઓની ઘૂસણખોરીને કારણે હાઈએલર્ટ પર તમિલનાડુ

જાહેર સ્થળોની સુરક્ષામાં કરાયો વધારો

તમિલનાડુમાં લશ્કર-એ-તૈયબાના ત્રાસવાદીઓની ઘૂસણખોરીની બાતમી બાદ રાજ્યમાં સુરક્ષા કડક બનાવવામાં આવી છે. પોલીસે શુક્રવારે આ માહિતી આપી હતી. કોઈમ્બતુરના પોલીસ કમિશનર સુમિત શરણે કહ્યું કે આતંકવાદીઓની ઘૂસણખોરીની માહિતી મળ્યા બાદ શહેર હાઈએલર્ટ પર છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુપ્તચર સંકેત દર્શાવે છે કે લશ્કર-એ-તૈયબાના છ આતંકવાદીઓ શ્રીલંકાથી દરિયાઇ માર્ગે રાજ્યમાં પહોંચ્યા હતા અને કોઈમ્બતુર સહિત અન્ય શહેરોમાં ગયા. પોલીસે જણાવ્યું હતું કે રાજ્યમાં એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને પૂજા સ્થાનો સહિત રાજ્યના અનેક સ્થળોએ સુરક્ષા કડક કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓમાં કોઈ પણ સંભવિત ઘૂસણખોરી અટકાવવા માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ચેન્નાઈ પોલીસ કમિશ્નર એ કે વિશ્વનાથને કહ્યું કે સાવચેતી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. શરણે માહિતી આપી હતી કે 10 ઝડપી પ્રતિક્રિયા ટીમો વ્યૂહાત્મક સ્થળોએ તૈનાત કરવામાં આવી છે જેથી જરૂર પડે ત્યારે કાર્યવાહી કરી શકાય.

તેમણે જણાવ્યું કે, અમે તમામ શોપિંગ મોલ, મંદિરો અને તમામ મહત્વપૂર્ણ મથકોની સુરક્ષા વધારી છે. અમે આર્મી અને એરફોર્સને એલર્ટ રહેવા જણાવ્યું છે. ”પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, રેડ એલર્ટ અત્યારે ચાલુ છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top