LFW 2019: ટ્રેડિશનલ લુકમાં પૂજા, આથિયા ડાયનાએ બતાવ્યો જલવો

ત્રણેય એક્ટ્રેસ પ્રખ્યાત ડિઝાઇનર્સના આઉટફિટમાં આવી નજર

લેકમે ફેશન વીક વિન્ટર 2019ના ત્રીજા દિવસે બોલીવુડ સ્ટાર્સે રેમ્પ પર પોતાનો જલવો બતાવ્યો હતો. આ સ્ટાર્સમાં પૂજા હેગડે, આથિયા શેટ્ટી અને ડાયના પેન્ટીનું નામ સામેલ રહ્યું છે. ત્રણેય એક્ટ્રેસ મશહુર ડિઝાઇનર્સના ટ્રેડિશનલ આઉટફિટમાં નજર આવી. 

સુનીલ શેટ્ટીની પુત્રી અભિનેત્રી આથિયા શેટ્ટી બ્લેક એન્ડ વ્હાઇટ સાડીમાં જોવા મળી હતી. આથિયા શેટ્ટીએ ડિઝાઇનર્સ અબ્રાહમ અને ઠાકોર માટે રેમ્પ પર વોક કર્યું આથિયાએ તેના લુકને સુંદર બનાવવા માટે હેર એક્સટેન્શનનો પણ ઉપયોગ કર્યો હતો. 

એક્ટ્રેસ પૂજા હેગડે ડિઝાઇનર જયંતિ રેડ્ડી માટે રેમ્પ પર વોક કરતા નજર આવી. પૂજા હેગડે હેવી લહેંગામાં જોવા મળી. પૂજાના લહેંગામાં સૌથી વધારે એટ્રેક્ટિવ હતો તેની બ્લાઉસની ડિઝઆઇન. જેને ફ્રન્ટ નોટના ડિઝાઇને શાનદાર બનાવ્યું હતું. 

એક્ટ્રેસ ડાયના પેન્ટી લાઇફ ક્રીમ કલરનો લહેંગો પહેર્યો હતો. ડાયના પેન્ટીએ મશહુર ડિઝાઇનર રૂદ્રિ મહેરા માટે રેમ્પ પર વોક કરતા નજર આવી. લેકમે ફેશન વીકમાં રિતેશ દેશમુખ અને જેનેલિયા પણ બ્લૂ કલરની ટ્યુનિંગમાં સ્પોર્ટ થઇ. 

Share This:  

Recent Comments

Leave Comments

Top