અમદાવાદઃ શહેરના માર્ગો પર દોડશે હવે ઇલેક્ટ્રીક બસ

પ્રદુષણ કંટ્રોલ કરવા લેવાયો નિર્ણય

અમદાવાદઃ શહેરમાં પ્રદુષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં શહેરના માર્ગો પર ઇલેક્ટ્રીક બસ દોડાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારે ફેમ-2 યોજના હેઠળ શહેરમાં 300 નવી ઇલેક્ટ્રિક બસ આપવાનો પ્રસ્તાવ મંજૂર કરી દીધો છે. જેથી ગુજરાતના 5 શહેરોમાં 550 ઇલેક્ટ્રિક બસ મળશે. ઉપરાંત અન્ય રાજ્યો માટે પણ કુલ 5,595 ઈ-બસ ફાળવવામાં આવી છે.

શહેરમાં 5 જુનના રોજ ઇલેક્ટ્રિક બસ અને રીક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ હાલ શહેરના માર્ગો પર 50 ઇલેક્ટ્રિક બસ અને 5 ઇ-રીક્ષા દોડી રહી છે. ત્યારે સરકારના આ નિર્ણયથી શહેરના માર્ગો પર વધુ ઇલેક્ટ્રિક બસ દોડશે.

અમદાવાદમાં ફેમ-2 યોજના હેઠળ 300 નવી ઇલેક્ટ્રિક બસ આપવાનો પ્રસ્તાવ મંજૂર કરી દીધો છે. જેથી ગુજરાતના 5 શહેરોમાં 550 ઇલેક્ટ્રિક બસ મળશે. દરેક શહેર પોતાની જરૂરિયાત અનુસારે 3 મોડલમાંથી કોઇપણ એક મોડલની બસ ખરીદી શકશે. આ બસોની કેટેગરી સ્ટાન્ડર્ડ છે જેની લંબાઈ 10થી 12 મીટર છે

કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રિક વાહનોને પ્રમોટ કરવા માટે થોડા સમય પહેલા જ 10,000 કરોડ રૂપિયાની સ્કીમ લોન્ચ કરી હતી. જેના ભાગરૂપે દેશના 64 શહેરો માટે 5,595 ઈ-બસ મંજૂર થઇ છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં ઈ-બસો ફરતી થશે. અમદાવાદ, દિલ્હી, બેંગલુરુ અને હૈદરાબાદ 300 ઈ-બસ મેળવનારા શહેરોમાં સામેલ છે. ઈ-બસ ખરીદવા પર 40 ટકા સુધીની સબસિડી પણ આપવામાં આવશે. જોકે તેના માટે નક્કી કરેલા સમયગાળામાં બસ ખરીદવી પડશે

Share This:  

Recent Comments

Leave Comments

Top