મોદી-મમતા રાખડીએ બજારમાં મચાવી ધૂમ

બજારમાં બંને રાખડીઓની સારી માંગ

પશ્ચિમ બંગાળમાં શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) વચ્ચેનો રાજકીય સંઘર્ષ ટોચ પર છે. પરંતુ હવે તેની અસર તહેવારો પર પણ પડવા લાગી છે. રક્ષાબંધનને લઈને પશ્ચિમ બંગાળના બર્દવાનમાં મમતા અને મોદી રાખડીએ ધૂમ મચાવી છે. એક તરફ લોકો જય શ્રી રામની રાખડી ખરીદે છે તો મમતાના પક્ષના સમર્થકો જય બંગાળ વાળી રાખડી પસંદ કરી રહ્યા છે.    

બંને પક્ષ રક્ષાબંધનના આ પ્રસંગે લોકોને આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ સમર્થકો મોદી રાખડી દ્વારા પી.એમ મોદીની છબી લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તે જ સમયે, તૃણમૂલના સમર્થકો મમતાની રાખડીઓથી લોકોને ટીએમસીની તરફ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

હવે, જો આપણે આ રાખડીઓના ભાવની વાત કરીએ, તો અહીં સામાન્ય રાખડી ખૂબ જ ઓછા ભાવે વેચાઇ રહી છે. ત્યારે મોદી રાખડી અને મમતા રાખડીની કિંમત 10 રૂપિયાથી લઈને 45 રૂપિયા સુધીની છે.

મોદી અને મમતા રાખડીની માંગને લઈને રાખડી વેચતા દુકાનદારે કહ્યું કે બજારમાં બંને રાખડીઓની સારી માંગ છે અને લોકો તેને ખૂબ ખરીદી રહ્યા છે.
 

Share This:  

Recent Comments

Leave Comments

Top