cm રૂપાણીએ યાકુટિયાના ગવર્નર સાથે કર્યાં કરાર

ડાયમંડ ઉદ્યોગોને થશે ઘણો ફાયદો

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ રશિયાના પ્રવાસે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્રારા રશિયાના યાકુટિયા ગવર્નર સાથે રફ ડાયમંડ ક્ષેત્રમાં પરસ્પર સહયોગ માટે કરાર કરવામાં આવ્યા છે. આ કરારને કારણે સુરતના ડાયમંડ ઉદ્યોગોને ઘણો ફાયદો થશે અને નવી તકો ઉભી થશે. ઈન્ડિયા-રશિયા કો-ઓપરેશન ઈન ધ રશિયન ફાર ઈસ્ટ સેમિનારમાં આ સમજૂતી કરાર કરાયા હતા. 

વિશ્વના બજારમાં આવતા કુલ રફ ડાયમંડમાંથી 33 ટકા ડાયમંડ રશિયામાંથી આવે છે. જેમાંથી ગુજરાતમાં 80 ટકા વિશ્વના રફ ડાયમંડને ધસીને પાસા પાડવાનની કામગીરી થાય છે. આ રફ ડાયમંડ પર પાસા પડ્યા બાદ 95 ટકા નિકાસ ભારતમાંથી થાય છે. આ કરાર ડાયમંડ કટિંગનું વિશ્વના સૌથી મોટા હબ ગણાતા સુરતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. 

cm વિજય રૂપાણીએ જણાવ્યું કે, "રશિયા વિશ્વના સૌથી મોટા હીરાના ભંડાર પૈકીનું એક છે. તેની સામે ભારત રફ ડાયમંડ પોલિશિંગ અને કટિંગમાં વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર છે. આથી ગુજરાત-રશિયાની આ ભાગીદારી અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. 

તેમણે વધુમાં જણાવ્યું કે ગોલ્ડ અને ડાયમંડ માઇનિંગ, મેટલ સાયન્સ, નેચરલ રિસોર્સિસના ઉપયોગ માટે અદ્યતન ટેકનોલોજી અને આધુનિક ઉપકરણોના નિર્માણ ક્ષેત્રમાં રશિયાનો અનુભવ ભારત-ગુજરાતની કંપનીઓ માટે ઉપયોગી નીવડશે." 

Share This:  

Recent Comments

Leave Comments

Top