કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવવીએ ગેરબંધારણીય છેઃ પ્રિયંકા ગાંધી

કાશ્મીર બાબતમાં પ્રિયંકા ગાંધીનું આ પહેલુ નિવેદન

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ને હટાવતા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાન્ડ્રાએ કહ્યું કે આ ગેરબંધારણીય છે. કાશ્મીર બાબતમાં પ્રિયંકા ગાંધીનું આ પહેલુ નિવેદન છે આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો છે તે બંધારણનું ઉલ્લંધન છે અને આ નિર્ણયથી રાષ્ટ્રની સુરક્ષામાં ખતરો થઈ શકે છે

આ પહેલા પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને ઈદ-ઉલ-અજહાની શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યુ હતુ કે, ' ઈદ મુબારક! ખાસ કરીને કાશ્મીરના મારા બહેનો-ભાઈઓને કે જે ભયંકર પ્રતિબંધો અને સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. 

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બંધારણામાંથી કલમ 370ને હટાવી દીધી છે. આ બંધારણીય પરિવર્તન પછી, જમ્મુ-કાશ્મીરને મળેલા વિશેષ રાજ્યનો દરજ્જો ખસી ગયો. પુનર્ગઠન બિલ દ્વારા કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરને બે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચી દીધું છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશોનો દરજ્જો મળ્યો છે.

વિપક્ષ આ નિર્ણયને કારણે વિવિધ સવાલો ઉભા કરી રહ્યો છે. મોટાભાગના પક્ષોએ કેન્દ્રને ટેકો આપ્યો છે, ત્યારે મુખ્ય પક્ષોએ પોતાનો વિરોધ દર્શાવ્યો છે. કોંગ્રેસ નરેન્દ્ર મોદી સરકારના આ નિર્ણયથી આક્રમક છે.
 

Share This:  

Recent Comments

Leave Comments

Top