સુરતમાં રોગચાળાની કહેર, 10 દિવસમાં 7 લોકોના મોત

આરોગ્ય અધિકારીઓની ટીમ થઈ દોડતી

સુરતઃ શહેરમાં વરસાદ બાદ ઠેર-ઠેર રોગચાળો ફાટી નીકળ્યો છે. શહેરમાં મચ્છર જન્ય રોગો અને પાણીજન્ય રોગોમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં છેલ્લા 10 દિવસમાં કુલ 7 લોકોના મોત તાવ અને ઝાડા ઉલટીને લીધે થઈ ચુક્યા છે.

છેલ્લા કેટલા દિવસથી વરસાદ વરસી રહ્યો હતો પણ હાલમાં થોડા દિવસથી વરસાદના ઝાપટા પડી રહ્યા છે અને વરસાદે વિરામ લીધો છે. આવા સંજોગોમાં પાંડેસરા ,ઉધના, સચિન, ડીંડોલી, નવાગામ, લિંબાયત, પર્વત પાટિયા, ડુંભાલ, ભટાર સહિતના વિસ્તારોમાં કેટલાક વ્યક્તિઓ મેલેરિયા, ઝાડા ઉલટી, તાવ સહિતની બીમારીમાં સપડાતા કેટલાક દર્દીઓ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં અને સ્મીમેર હોસ્પિટલ સહિતની હોસ્પિટલોમાં ખસેડાયા છે. આ સાથે છેલ્લા 10 દિવસમાં કુલ 7 લોકોના મોત તાવ અને ઝાડા ઉલટીના કારણે થયા છે.

આ ઘટના બાદ આરોગ્ય વિભાગ દોડતું થયુ છે. આરોગ્ય વિભાગ દ્રારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. આ આરોગ્ય અધિકારીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં દર્દીઓને તપાસીને યોગ્ય દવાઓ આપી રહ્યા છે તથા કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ દ્રારા શહેરના તમામ વિસ્તારોમાં ડીડીટી દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. 

આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે, સિવિલ હોસ્પિટલમાં જૂન મહિનામાં ઝાડા ઉલટીના કુલ 69 દર્દીઓ નોંધાયા હતા. જ્યારે જુલાઈ મહિનામાં 107 અને ઓગસ્ટ મહિનામાં કુલ 37 ઝાડા ઉલટીના દર્દીઓ નોંધાયા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ઝાડા ઉલટીના કેશ ઓછા નોંધાયા છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top