અધિકારીઓએ હથિયારો ચકાસીને સાથે રાખવાઃ પોલીસ વડા

ગુજરાતના ઘણા સ્થળો પર આતંકી હુમલાની આશંકાઃ IB

અમદાવાદઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ દેશભરના રાજ્યોને એલર્ટ કરવામાં આવ્યાં છે. ઈન્ટેલિજન્સ બ્યૂરોને મહત્વના ઈનપુટ મળ્યા છે કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં આતંકી હુમલો થઈ શકે છે. જેને લઈ દરિયાઈ વિસ્તારો સહિત જાહેર સ્થળો પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવી છે.  ઈન્ટેલિજન્સ બ્યૂરોને મળેલ ઈનપુટને પગલે ગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝા દ્રારા તમામ પોલીસ અધિકારીઓને ચકાસણી કરી હથિયાર સાથે રાખવા તથા પેટ્રોલિંગના વાહનોમાં પણ હથિયાર સાથે રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

ગુજરાત પોલીસ વડા દ્રારા જણાવવામાં આવ્યું કે જમ્મુ કાશ્મીરમાંથી 370 નાબૂદ થયા બાદ દેશભરમાં આંતકી હુમલાનો ભય છે. જેને પગલે રાજ્યમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તમામ યાત્રાધામો, દરિયાઈ માર્ગો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે ઈન્ટેલિજન્સ બ્યૂરોને આંતકી હુમલો થવાના ઈનપુટ મળ્યા છે. જેન લઇ રાજ્યના પોલીસ કર્મીને હથિયાર સાથે રાખવા તથા ખામિજનક હથિયારો બદલાવી લેવાનુ જણાવ્યું છે. 

ઠેર - ઠેર નાકાબંધી કરાઈ 

IBએ ગુજરાતના ઘણા સ્થળો પર આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. જેને લઈ સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સોમનાથ મંદિર, અંબાજી મંદિર સહિતના યાત્રાધામો તથા દરિયાઈ માર્ગો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. રાજ્યમાં પ્રવેશના તમામ માર્ગો પર નાકાબંધી કરવામાં આવી છે તથા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તથા ગુજરાતના મોટા શહેરોમાં પોલીસ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. 

જાહેર સ્થળો પર સુરક્ષામાં વધારો 

સરકાર દ્રારા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત સહિતના રાજ્યોને એલર્ટના આદેશો આપ્યા છે. તકેદારીના પગલાં ભરવા માટે ગૃહ વિભાગ દ્રારા સુચના આપવામાં આવી છે. જેથી એરપોર્ટ, રેલવે, એસટી બસ સ્ટોપ સહિતના જાહેર સ્થળો પર સુરક્ષા વધારી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

કોસ્ટ ગાર્ડને એલર્ટ રહેવાનો આદેશ 

કચ્છ ભુજ બોર્ડર પર પણ ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે કોસ્ટ ગાર્ડને પણ ઍલર્ટ રહેવાના આદેશો આપીને દરિયાઇ પણ વધારી દેવામાં આવી છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top