ગાંધીનગરઃ ગુજરાતના નામાંકિત લોક કલાકારો જોડાયા ભાજપમાં

જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ભગવો ખેસ કર્યો ધારણ

ગાંધીનગરઃ ભારતીય જનતા પાર્ટી દ્રારા હાલ ગુજરાત સહિત દેશના નાગરિકોને પાર્ટીમાં જોડવવાનુ અભિયાન પુર જોશમાં ચાલી રહ્યું છે. ત્યારે આજે ગાંધીનગરના કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ઘનશ્યામ લાખાણી, ઉર્વશી રાદડિયા, હિતેશ અંટાળા ભાજપમાં જોડાઇને ભગવો કેસ ધારણ કર્યો હતો. આ સિવાય દેવાંગી પટેલ, કિરણ ગજેરા, સંજય ધામલિયા, અલ્પેશ પટેલ, સંજય સોજીત્રા ભાજપમાં જોડાયા હતા.

ભાજપનું સદસ્યતા અભિયાન 20 ઓગષ્ટ સુધી લંબાવાયું છે. ત્યારે હવે એક બાદ એક વધુ કલાકારો ભાજપમાં જોડાઇ રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સફળતાપૂર્વક 3 વર્ષ પૂરા કરનારા જીતુ વાઘાણીની હાજરીમાં ગુજરાતી ફિલ્મ જગતના કલાકારો આજે ભાજપમાં જોડાયા છે. 

ત્યારે લોકસંગીત અને લોકસાહિત્યના ઉર્વશી રાદડિયા, ઘનશ્યામ લાખાણી, હિતેશ અંટાળા, કિરણબેન ગજેરા, દેવાંગી પટેલ, સુખદેવ ધામેલીયા, સંજય સોજીત્રા  સહિતના કલાકારો કમલમ ખાતે વિધિવત ભાજપમાં જોડાયા હતા. 

ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા રાષ્ટ્રીય સ્તરે શરૂ કરવામાં આવેલા સદસ્યાતા અભિયાન અંતર્ગત જુદા જુદા ક્ષેત્રના લોકોને પાર્ટીમાં જોડવામાં આવી રહ્યાં છે. ત્યારે આ અગાઉ પણ ગુજરાતના સંગીત ક્ષેત્રે જોડાયેલા કલાકારો ભાજપમાં જોડાઈ રહ્યાં છે. જેમાં કિંજલ દવે, ઐશ્વર્યા મજમુદાર, અરવિંદ વેગડા, સૌરભ રાજ્યગુરૂ, ગમન સાંથલ, દિવ્યા ચૌધરી, રવિ ખોરજ, રિધમ ભટ્ટ, ભૂમિ પંચાલ અને રિયા પંચાલ સહિત કલાકારો ભાજપમાં જોડાઈ ચુક્યા છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top