સોનાનો ભાવ 38,470 રૂપિયાના સર્વોચ્ચ સ્તર પર

ચાંદીએ પણ તોડ્યો રેકૉર્ડ

સોમવારે, સોનાનો ભાવ રૂ.50 વધીને રૂ.38,470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આત્યાર સુધીના રેકૉર્ડ સ્તરે પહોંચ્યો છે. હકીકતમાં, ચીન અને યુએસ વચ્ચેના વેપાર યુદ્ધને કારણે, રોકાણકારો સલામત રોકાણના વિકલ્પ તરીકે સોના તરફ વળી રહ્યા છે, જેને કારણે ભારતીય રોકાણકારોનું સોના તરફનું આકર્ષણ વધ્યું છે.

ઔદ્યોગિક એકમો અને સિક્કા ઉત્પાદકો તરફથી ખરીદીમાં વધારો થવાને કારણે ચાંદી પણ રૂ.1150 વધીને રૂ.43,000 રૂપિયા પ્રતિ કિલો થઈ હતી. આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ 1,503.30 ડૉલર પ્રતિ ઔંસના સ્તર સુધી પહોંચી.

વૈશ્વિક સ્તરે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે પુનરોચ્ચાર કર્યો કે તેઓ ચીન સાથે સમજૂતી કરવા તૈયાર નથી. આ પછી, યુ.એસ. અને ચીન વેપારના તણાવમાં વધારો થતાં, રોકાણકારોએ સલામત રોકાણ માટે બુલિયન માર્કેટની પસંદગી કરી, જેના કારણે કિંમતી ધાતુઓની કિંમતોમાં વધારો થયો.

છેલ્લા કેટલાક દિવસોમાં ચાલી રહેલા વેપાર તણાવ વચ્ચે સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. સોમવારે, રાષ્ટ્રીય રાજધાનીમાં 99.9 ટકા અને 99.5 ટકા શુદ્ધતા વાળુ સોનું, 50-50 રૂપિયાની તેજી સાથે ક્રમશઃ 38,470 રૂપિયા અને 38,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું.

જોકે સોનાનો ભાવ આઠ ગ્રામ દીઠ 28,600 રૂપિયા પર સ્થિર રહ્યો છે. શનિવારે સોનું 90 રૂપિયાના વધારા સાથે રૂ .38,420 પર પ્રતિ 10 ગ્રામ, જ્યારે ચાંદી રૂ.140 વધી રૂ .44,150 પર પ્રતિ કિલો થઈ ગઈ છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top