રાજ્યપાલના નિમંત્રણ પર રાહુલ ગાંધીનો જવાબ

કહ્યું- અમને વિમાન નહીં ફરવાની સ્વતંત્રતા જોઈએ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલનું રાજ્યની મુલાકાત લેવા માટેનું આમંત્રણ સ્વીકારતાં કહ્યું કે વિપક્ષી નેતાઓનું એક પ્રતિનિધિમંડળ ત્યાં જશે પરંતુ અમને વિમાનની જરૂર નથી. રાહુલ ગાંધીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરીને લખ્યું કે, 'આદરણીય રાજ્યપાલ (જમ્મુ-કાશ્મીર) હું અને વિપક્ષી નેતાઓનું એક પ્રતિનિધિમંડળ તમારા આમંત્રણ પર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની મુલાકાત લેશે. અમને વિમાનની જરૂર નથી. કૃપા કરીને અમને મુસાફરી કરવાની અને લોકોને મળવાની સ્વતંત્રતા આપો. તદ્દપરાંત મુખ્ય પ્રવાહના નેતાઓ અને ત્યાં સ્થિત આપણા સૈનિકોને મળવાની અમારી સ્વતંત્રતાની ખાતરી પણ કરો.'

આ અગાઉ રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી માટે વિમાન મોકલશે જેથી તેઓ અહીંની જમીની વાસ્તવિકતાને જાણી લે. સોમવારે રાજ્યપાલે રાહુલ ગાંધીની એ ટિપ્પણી પર નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે કાશ્મીર ખીણમાં હિંસાના અહેવાલો છે.

મલિકે રાહુલ પર પ્રતિક્રિયા આપી હતી કે સંસદમાં મૂર્ખની જેમ વાતો કરનારા તેમના એક નેતાના વર્તનથી તેમને શરમ આવવી જોઈએ. મેં રાહુલ ગાંધીને અહીં આવવાનું આમંત્રણ આપ્યું છે. હું તેમને વિમાન મોકલીશ, તમે પરિસ્થિતિની સમીક્ષા અને પછી બોલો. તમે એક જવાબદાર વ્યક્તિ છો અને તમારે આ રીતે બોલવું ન જોઈએ.

શનિવારે રાત્રે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાંથી ત્યાં હિંસા અંગે કેટલાક અહેવાલો આવ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બાબતે પારદર્શક રીતે ચિંતા વ્યક્ત કરવી જોઈએ. મલિકે કહ્યું કે વિદેશી પ્રેસ દ્વારા આ મુદ્દે ગેરરીતિ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમે તેમને ચેતવણી આપી છે. બધી હોસ્પિટલો તમારા માટે ખુલ્લી છે અને જો કોઈ એક વ્યક્તિને ગોળી વાગી છે, તો તે સાબિત કરો. કેટલાક યુવાનો દ્વારા કરવામાં આવેલી હિંસાના એક કેસમાં, ચાર લોકોના પગમાં છરા વાગ્યા છે અને કોઈને પણ ગંભીર ઈજા પહોંચી નથી.

Share This:  

Recent Comments

Leave Comments

Top