SCનો જમ્મુ-કાશ્મીરમાંથી પ્રતિબંધ હટાવવા મામલે દખલ કરવાનો ઈન્કાર

કહ્યું- જો કંઇ થાય તો જવાબદારી કોણ લેશે?

જમ્મુ કાશ્મીરમાં પ્રતિબંધ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી થઈ. જેના પર અદાલતનું કહેવું છે કે પરિસ્થિતિ રાતોરાત સામાન્ય થઈ શકે નહીં, જો કંઇક થાય તો જવાબદારી કોણ લેશે. જ્યારે, કેન્દ્ર સરકારનું કહેવું છે કે લોકોને ઓછી અસુવિધા થાય, તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હવે આ મામલે બે અઠવાડિયા પછી સુનાવણી થશે.

કોર્ટે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરની હાલની સ્થિતિ 'ખૂબ જ સંવેદનશીલ' છે અને તે સુનિશ્ચિત કરવું જોઈએ કે ત્યાં કોઈનું મોત ન થાય. કેન્દ્રએ કોર્ટને કહ્યું કે જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિની દૈનિક સમીક્ષા કરવામાં આવી રહી છે.

એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કહ્યું કે, અમારે સુનિશ્તિત કરવું છે કે, જમ્મુ-કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.

જમ્મુ-કાશ્મીરમાં સંદેશા વ્યવહાર સહિત અનેક પ્રતિબંધોને દૂર કરવા માટેની અરજી પર કોર્ટે તાત્કાલિક નિર્દેશો આપવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે કહ્યું કે રાજ્યમાં સ્થિતિને સામાન્ય બનાવવા માટે સરકારને પૂરતો સમય આપવો જોઇએ.

સાથે જ, કેન્દ્રએ કોર્ટને જણાવ્યું હતું કે, એન્કાઉન્ટરમાં આતંકવાદી બુરહાન વાનીના મોત પછી જુલાઈ, 2016માં કાશ્મીરમાં થયેલા વિરોધને ટાંકીને કહ્યું હતું કે, પરિસ્થિતિ સામાન્ય થવામાં થોડા દિવસો લાગશે. એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કહ્યું કે અમારે એ સુનિશ્ચિત કરવું છે કે જમ્મુ-કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.

જણાવી દઈએ કે, આ અરજી તહસીન પૂનાવાલા દ્વારા દાખલ કરવામાં આવી હતી. જેમાં કર્ફ્યુ દૂર કરવા, ફોન લાઇન ફરી શરૂ કરવા અને ઇન્ટરનેટ, ન્યૂઝ ચેનલો અને અન્ય તમામ પ્રકારનાં પ્રતિબંધોને દૂર કરવા કહેવામાં આવ્યું છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top