અમેરિકાએ કહ્યું કાશ્મીરનો મામલો દ્વિપક્ષીય

મધ્યસ્થીનો કર્યો સ્પષ્ટ ઈન્કાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ રીતે કહ્યું છે કે તે હવે કાશ્મીર પર મધ્યસ્થીની રજુઆત નહીં કરે. આ વાતની જાણકારી ભારતીય રાજદ્વારીએ સોમવારે આપી છે. 

યુએસમાં ભારતીય રાજદ્વારી હર્ષ વર્ધન શ્રંગ્લાએ કહ્યું કે, અમેરિકાની દાયકાઓ જૂની નીતિ કાશ્મીર અંગે મધ્યસ્થી ન કરવાની રહી છે. આ નીતિમાં ભારત અને પાકિસ્તાનને ફક્ત તેમના મતભેદોને દ્વિપક્ષીય રીતે ઉકેલવા માટે પ્રોત્સાહિત કરવાનું રહ્યું છે.

ફોક્સ ન્યૂઝ ચેનલ પર શ્રંગ્લાએ કહ્યું કે, "રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જમ્મુ-કાશ્મીર પર તેમની મધ્યસ્થીની ઓફર ભારત અને પાકિસ્તાન દ્વારા તેને સ્વીકાર કરવા પર નિર્ભર કરે છે. જો કે ભારતે આ ઓફરને સ્વીકારી નહોતી, તો ટ્રમ્પે પણ સ્પષ્ટ રીતે કહ્યું છે કે હવે તેના વિશે વાત કરવામાં આવશે નહીં. "

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે એમ કહીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવા કહ્યું છે.

જો કે, બાદમાં ભારતે તેને નકારી કાઢ્યું હતું અને કહ્યું હતું કે વડાપ્રધાન વતી આવી કોઈ વાત કરવામાં આવી નથી. અને ઇસ્લામાબાદ સાથે વાતચીત કરીને જ તમામ મુદ્દાઓનું સમાધાન થઈ શકશે. લગભગ એક અઠવાડિયા પછી, ટ્રમ્પે ફરીથી કહ્યું કે જો તેઓ (ભારત અને પાકિસ્તાન) ઇચ્છે તો કાશ્મીર પર ભારત અને પાકિસ્તાન વચ્ચે "ચોક્કસપણે દખલ કરશે".

તેમણે કહ્યું હતું કે, હવે કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવો ભારત અને પાકિસ્તાન પર છે કે કાશ્મીર મુદ્દોનો હલ નિકળે પરંતુ બે દક્ષિણ એશિયાઈ પડોસી ઈચ્છે છે કે આ મુદ્દાને હલ કરવામાં મદદ કરૂ તો મદદ માટે તૈયાર છું.

Share This:  

Recent Comments

Leave Comments

Top