એસ જયશંકરે ચીની વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત

કહ્યું- આપસી મતભેદ વિવાદનું કારણ ન બનવું જોઈએ

ચીનની ત્રણ દિવસીય મહત્વપૂર્ણ મુલાકાતે બેઇજિંગ પહોંચેલા વિદેશ પ્રધાન એસ જયશંકરે સોમવારે કહ્યું હતું કે, ભારત-ચીન સંબંધો એવા સમયે સ્થિરતાનું પ્રતીક હોવું જોઈએ, જ્યારે આખી દુનિયા અનિશ્ચિતતાની સ્થિતિનો સામનો કરી રહી છે. જયશંકરે ચીનના વાઇસ પ્રેસિડેન્ટ વાંગ ક્વિશાનને તેમના જોંગન્નાહાઈ સ્થિત રહેણાંક સંકુલમાં મુલાકાત કરી. બાદમાં તેમણે વિદેશ પ્રધાન વાંગ યી સાથે બેઠક યોજી, જે પછી પ્રતિનિધિમંડળ-સ્તરની બેઠક મળી.

રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા વિશ્વસનીય ગણાતા વાંગ સાથેની મુલાકાત દરમિયાન તેની શરૂઆતની ટિપ્પણીમાં, જયશંકરે કહ્યું કે, અમે બે વર્ષ પહેલાં અસ્તાનામાં સર્વસંમતિ પર પહોંચ્યા હતા ત્યારે તે સમયે જ્યારે દુનિયા પહેલા કરતાં વધુ અસ્પષ્ટ છે, ત્યારે આપણા સંબંધો સ્થિરતાનું પ્રતીક હોવા જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી વચ્ચેની શિખર બેઠકનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, 'વુહાન સમિટ પછી આજે અહીં આવીને મને ખૂબ આનંદ થાય છે, જ્યાં વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર અમારા નેતાઓમાં સર્વસંમતિ વધુ વ્યાપક થઈ છે.

જયશંકરે કહ્યું, "ચીનમાં ફરી આવવાનો મને ખૂબ આનંદ છે અને હું મારા પાછલા વર્ષોને ખૂબ ઉત્સાહથી યાદ કરું છું. હું ખૂબ જ ખુશ છું કે, મારા કાર્યકાળની શરૂઆતમાં જ મને અહીં આવવાની અને અમારા બંને નેતાઓ વચ્ચે અનૌપચારિક શિખર સંમેલનની તૈયારી કરવાની તક મળી, જેને આપણે ટૂંક સમયમાં જોવાની આશા રાખીએ છીએ. 

વાઇસ પ્રેસિડેન્ટ વાંગે જયશંકરને આવકારતાં કહ્યું, 'મને એ પણ ખબર છે કે, તમે ચીનમાં સૌથી લાંબા સમય સુધી કાર્યરત ભારતીય રાજદૂત છો અને અમારા બંન્ને દેશોના સંબંધોમાં તમે મહત્વનું યોગદાન આપ્યું છે.' તેઓએ આશા વ્યક્ત કરી છે કે આ પ્રવાસ દ્વિપક્ષીય સંબંધોને વધુ આગળ વધારશે.

બાદમાં, જયશંકર અને વિદેશ પ્રધાન વાંગ યે સાંસ્કૃતિક અને બંન્ને દેશોના લોકોના સંપર્ક પર ઉચ્ચ-સ્તરની તંત્રની બીજી બેઠકની સહ-અધ્યક્ષતા કરી. ગયા વર્ષે નવી દિલ્હીમાં પહેલી બેઠક મળી હતી.

Share This:  

Recent Comments

Leave Comments

Top