રેસલિંગ, ટીવી, રિયાલિટી શો બાદ રિયલ દબંગ ગર્લની રાજકારણાં એન્ટ્રી

મહાવીર ફોગાટ-બબીતા ફોગાટ ભાજપમાં જોડાયા

પહેલવાની અને ટીવી, રિયાલિટી શો બાદ હવે બબીતા ફોગાટે રાજકારણની દુનિયામાં પણ એન્ટ્રી કરી લીધી છે. તે પિતા મહાવીર ફોગાટ સાથે ભાજપમાં સામેલ થઈ છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ, હરિયાણા ભાજપ અધ્યક્ષ સુભાષ બરાલા, શિક્ષણમંત્રી રામવિલાસ શર્મા અને અનિલ બલૂની પણ હાજર રહ્યા.

વિધાનસભા ચૂંટણી 2019 પહેલા દુષ્યંત ચૌટાલાને મોટો ઝટકો લાગ્યો છે. કેમ કે, મહાવીર ફોગાટ અને તેમની દીકરી બબીતા ફોગાટ ભાજપમાં સામેલ થયા છે. બંન્નેએ આજે દિલ્હી સ્થિત હરિયાણા ભવનમાં ભાજપનો દામન થામ્યો. 

હરિયાણા પ્રભારી ડૉ. અનિલ જેને બંન્નેને પાર્ટી જૉઈન કરાવડાવી. આ પહેલા મહાવીર ફોગાટ દુષ્યંત ચૌટાલાને સમર્થન આપતા જનનાયક જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. પાર્ટીમાં તેમને ખેલ વિંગના પ્રધાન પણ બનાવવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમનું ભાજપમાં જવું જેજેપી માટે મોટો ઝટકો છે.

દ્રૌણાચાર્ય એવૉર્ડી મહાવીર ફોગાટ હરિયાણાના ચરખી દાદરીના ગામ બલાલીના રહેવાસી છે. બબીતા ફોગાટ ઈન્ટરનેશનલ રેસલર છે અને હરિયાણા પોલીસમાં સબ ઈન્સપેક્ટર પણ છે. હાલ તે પોતાના ફિયોન્સે વિવેક સુહાગ સાથે નચ બલીયે ડાન્સ શોમાં ભાગ લઈ રહી છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top