Relianceની જાહેરાત 700માં મળશે Jio Gigafiber

વાર્ષીક પ્લાન કરાવશો તો LED TV ફ્રી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) દ્વારા આજે 42મી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ માહિતી આપી હતી કે, અત્યાર સુધી જિઓના ગ્રાહકો 340 કરોડથી વધુ પહોંચી ગયા છે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે, જીયો વિશ્વની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની બની છે જે કોઈ પણ એક દેશમાં કાર્યરત છે. આ સાથે જિઓ ગીગાફાઇબરની યોજના વિશે પણ માહિતી આપવામાં આવી હતી. ગ્રાહકોને આ બ્રોડબેન્ડ સેવાનો લાભ દર મહિને 700 રૂપિયાના પ્રારંભિક ભાવે મળશે.

એજીએમ દરમિયાન, મુકેશ અંબાણીએ માહિતી આપી હતી કે હોમ બ્રોડબેન્ડ સર્વિસ જિઓ ગીગાફાઇબર બ્રોડબેન્ડવાળા ગ્રાહકો 1GBPSની સ્પીડ, landline phone, Ultra high definition entertainment, Virtual reality content, Multi party video conferencing, Voice enabled virtual assistant, Interactive gaming, Home Security and Smart Home Solutions મળશે.

મીટિંગ દરમિયાન જિઓ ફાઇબર સર્વિસ વિશે માહિતી આપવામાં આવી હતી. જ્યાં જિઓ સેટટોપ બક્સની જાહેરાત કરવામાં આવી હતી. આ સેટ ટોપ બોક્સમાં, બધા ગેમિંગ કંટ્રોલર્સના સપોર્ટ મળશે, સાથે જ અહીં વપરાશકર્તાઓને O Latency Gaming Experience મળશે. જ્યારે જિઓ ફાઇબરમાં Mixed reality (એમઆર)નો સપોર્ટ ઉપલબ્ધ થશે. આના માધ્યમથી વીઆર હેડસેટ દ્વારા ઓનલાઇન ખરીદી, શિક્ષણ અને મનોરંજનનો અનુભવ કરી શકાય છે.

jio gigafiber 5 સપ્ટેમ્બર 2019થી વ્યાવસાયિક રૂપે ઉપલબ્ધ કરવામાં આવશે. jio gigafiber 100 એમબીપીએસ સ્પીડથી અને 1 gbpsની સ્પીડ સાથે મળશે. jio gigafiberની યોજનાઓ રૂ. 700 થી શરૂ થઈ 10,000 સુધીમાં મળશે. Voice calls અહીં મફતમાં મળશે. તમને Jio Fabir સાથે ઓટીટી એપ્લિકેશનોનું એક્સેસ મળશે. પ્રીમિયમ જિઓ ફાઇબર ગ્રાહકોને ફિલ્મ રિલીઝના પહેલા જ દિવસે ઘરે મૂવી જોવા મળશે.

AGM દરમિયાન International calling માટે ફિક્સ્ડ લાઇન દરની પણ જાણ કરવામાં આવી હતી. વપરાશકર્તાઓને દર મહિને 500 રૂપિયામાં અનલિમિટેડ યુએસ / કેનેડા પેક મળશે. ઉપરાંત, એજીએમ દરમિયાન જિયો પોસ્ટપેઇડ પ્લસની પણ જાણકારી આપવામાં આવી હતી.

મીટિંગ દરમિયાન jio gigafiber વેલકમ offerની પણ જાહેરાત કરવામાં આવી હતી. Jioની Forever annual plan લેતા ગ્રાહકોને 4K / HD ટીવી સેટ અને 4K સેટટોપ બોક્સ મફત મળશે.

Share This:  

Recent Comments

Leave Comments

Top