શું તમે ચોમાસામાં બાઇક રાઇડિંગનો પ્લાન કરી રહ્યાં છો?

આ 4 વાતને ધ્યાનમાં લેવાનું ભૂલશો નહીં

દિલ્હી જેવા મોટા શહેરોમાં ચોમાસુ આવતાની સાથે જ લોકો બાઇક રાઈડિંગનો પ્લાન બનાવે છે. દિલ્હી-એનસીઆરના રસ્તાઓ પર સુખદ વાતાવરણમાં ઠંડી પવનની મજા દરેક વ્યક્તિ માણવા માંગે છે. આ સીઝનમાં મિત્રો સાથે બાઇક રાઈક પર જવાની મજા જ કંઈક જુદી છે. જો તમે પણ આ મોસમમાં મિત્રો સાથે રાઈડિંગમાં જઈ રહ્યા છો તો કેટલીક બાબતો ધ્યાનમાં લેવાનું ભૂલશો નહીં.

ખાસ હેલ્મેટ

વરસાદ દરમિયાન મિત્રો સાથે બાઇક રાઇડ પર જતા પહેલા તમારે તમારા હેલ્મેટમાં કેટલાક ફેરફાર કરવાની જરૂર પડી શકે છે. ચોમાસામાં લાંબા અંતરની સવારી કરવા જતા પહેલાં તમે તમારું હેલ્મેટ એન્ટી-ફોગ કોટેડ કરાવી લો. જેનાથી તમારા હેલ્મેટના કાચ પર ઝાકળ નહીં લાગે.

વોટરપ્રૂફ ગિયર

બાઇકની સતત ભીનાશને લીધે ઘણી વખત તેના ગિયરમાં સમસ્યા થઇ જાય છે. તેથી તમારી બાઇકમાં વોટરપ્રૂફ ગિયર લગાવવાની વ્યવસ્થા કરો.

બાઇકના ટાયર

વરસાદમાં રસ્તાઓ પર બાઇક લપસી જવાની સંભાવના ઘણી વધારે રહે છે. જે બાઇકના ટાપર સંપુર્ણ ઘસાઈ ગયા છે તેમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. બાઇક રાઈડિંગ પર જતાં પહેલા એક વખત તમારા બાઇકના ટાયરો ચેક જરૂર કરાવો.

સલામતી પોશાકો

ઘણી વખત તમે બાઇકર્સને સલામતી પોશાકો પહેરીને બાઇક પર સવાર કરતા જોયા હશે. આવા પોશાક તમારી સલામતી માટે એકદમ યોગ્ય છે. રસ્તા પર બાઇક સ્લીપ થઇ જાય તો આ પોશાકને કારણે વધુ ઈજાઓ નહીં થાય.

Share This:  

Recent Comments

Leave Comments

Top